નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વતંત્રતા દિવસ પહેલા જ તેમના નામે એક નવો રેકોર્ડ બનાવ્યો છે. વડાપ્રધાન મોદી આજે ભારતીય ઇતિહાસમાં સૌથી વધુ લાંબા સમય સુધી વડાપ્રધાન બન્યા છે. અગાઉ આ યાદીમાં જે ત્રણ વડાપ્રધાનોના નામ સામેલ છે તે બધા કોંગ્રેસના હતા. વડાપ્રધાન મોદી આવા રેકોર્ડ બનાવનારા પહેલા બિન-કોંગ્રેસી વડાપ્રધાન છે.
ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન મોદીએ પણ તેમના નામે સૌથી લાંબો સમય સેવા આપતા ભારતીય વડાપ્રધાનનો રેકોર્ડ પણ પોતાના નામે કરી લીધો છે. ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન મોદી પછી, આ યાદીમાં અટલ બિહારી વાજપેયીનું સ્થાન છે, જેમણે તેમના તમામ કાર્યકાળ સહિત 2268 દિવસ દેશની સેવા કરી હતી. આજે વડાપ્રધાન મોદી તે કાર્યકાળથી આગળ નીકળી ગયા છે.