વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાકિસ્તાનને ફરી વાર કડક શબ્દોમાં આડે હાથે લીધો છે. પીએમ મોદીએ કહ્યું કે દુશ્મન દેશ ભારતને અસ્થિર કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. પરંતુ અમે અટકવાના નથી, પણ વધુ ઝડપથી આગળ વધીશું.
ભાજપના બૂથ કાર્યકરોને સંબોધન કરતા તેમણે કહ્યું કે આ સમયે દેશની લાગણી અલગ છે. સીમા પર સેના પરાક્રમ બતાવી રહી છે. આ સમયે સમગ્ર દેશ એક છે, અમને અમારી સેના પર સંપૂર્ણ ભરોસો છે. આપણે એવું કશું પણ કરવું નથી કે જેના કારણે આપણું મનોબળ તૂટી પડે. આપણે બતાવવાનું છે કે દેશ કોઈ પણ કિંમતે અટકવાનો નથી.
તેમણે કહ્યું કે દેશની સુરક્ષા અને સામર્થ્ય લઈને સીમા પર જવાનો તૈનાત છે અને તૈયાર છે. આપણે પરાક્રમી ભારતના નાગરિક છીએ. દેશની સમૃદ્વિ અને સન્માન માટે રાત-દિવસ એક કરવા પડશે. એવું કશું પણ ન થાય કે જેનાથી જવાનોનું મનોબળ તૂટી જાય અને આપણા દુશ્મનને આપણા પર આંગળી કરવાનો મોકો મળી જાય.