પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી દ્વારા કોલકાતામાં આયોજિત સંયુક્ત વિપક્ષની મેગા રેલીને લઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સેલવાસમાં સભાને સંબોધન કરતી વેળા આકરી ટીકા કરી. તેમણે કહ્યું કે આ ગઠબંધન માદી વિરુદ્વ નહીં પણ દેશની વિરુદ્વમાં છે. હજુ પણ વિપક્ષ સંપૂર્ણ રીતે સાથે થયો નથી, પોતાની સીટો માટે બાર્ગેનીંગ કરી રહ્યા છે
વડાપ્રધાન મોદીએ કહ્યું કે જ્યારે લોકશાહીનું ગળું ટૂંપનારા લોકો લોકશાહીને બચાવવાની વાત કરે છે તો દેશવાસીઓના મોઢામાંથી નીકળે છે કે અરે, આ શું વાત છે. વિપક્ષને ખુરશીની ચિંતા છે પણ મને દેશની ચિંતા છે.
વડાપ્રધાન પહેલાં ભાજપના સાંસદ રાજીવ પ્રતાપ રૂડીએ કહ્યું કે આ સિદ્વાંતહિન લોકોનો જમાવડો છે. શત્રુઘ્નસિંહા વિપક્ષની રેલીમાં હાજર રહ્યા તો રાજીવ પ્રતાપ રૂડીને શત્રુઘ્નસિંહા વિરુદ્વ કાર્યવાહી કરવાના સંકેત આપ્યા છે. તેમણે નામ લીધા વિના કહ્યું કે કેટલાક લોકો અલગ પ્રકારના ઈન્ટેલિજન્ટ હોય છે. આવા લોકો માટે કશું કહી શકાય એમ નથી. પરંતુ એટલું જરૂર કહી શકાય કે લોકો સાથે વિશ્વાસઘાત કરવાનું કામ કરી રહ્યા છે.