રાજસ્થાનના ટોંકમાં ભરચક જાહેરસભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે પુલવામાનો બદલો માત્ર 100 કલાકમાં લીધો છે. બોર્ડર તૈનાત સૈનિકો અને મા ભવાની પર ભરોસો રાખો આ વખતે બધાનો હિસાબ થશે. કાશ્મીરી વિદ્યાર્થીઓ પર થઈ રહેલા હુમલા અંગે તેમણે કહ્યું કે વિદ્યાર્થી પર હુમલો એ ભારત તેરે ટૂકડેની નીતિમાં માનતા લોકોને પ્રોત્સાહન આપવા સમાન છે.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે આપણા સુરક્ષાદળોએ હુમલાના 100 કલાકમાં જ જવાબદાર મોટા ગુનેગારોને એવી જગ્યાએ પહોંચાડી દીધા જ્યાં તેમની જગ્યા છે, જ્યારં સુધી આતંકની ફેક્ટરી ચાલુ રહેશે. આતંકી ફેક્ટરીમાં તાળું મારવાનું મારા નસીબમાં લખ્યું છે. આ મારા હિસ્સામાં જ આવ્યું છે.
સંબોધનમાં તેમણે કહ્યું કે પુલવામાં હુમલા બાદ એક એક કરીને પાકિસ્તાન પાસેથી હિસાબ લેવામાં આવી રહ્યો છે. અમારી સરકારના નિર્ણયોથી પાકિસ્તાનમાં ભૂકંપ આવ્યો છે. અલગતાવાદની ભાષા બોલનારા પર કાર્યવાહી ઝડપી બનાવાઈ છે અને આગળ પણ ચાલુ રખાશે. આ નવી નીતિ અને નવી રીતિ ધરાવતો ભારત દેશ છે.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે દેશભરના કાશ્મીરી વિદ્યાર્થીઓની સુરક્ષાનો વિશ્વાસ અપાવતા જણાવ્યું કે, સેનાને હુમલા માટે ખુલ્લી છૂચ આપવામાં આવી છે. હું જોઈ રહ્યો છું કે સોશિયલ મીડિયા પર વીર રસની સુનામી આવી છે. હું તમને કહેવા માંગુ છું કે અમારી લડાઈ આતંકવાદ વિરુદ્ધ છે. અમારી લડાઈ કાશ્મીર માટે છે, કાશ્મીરીઓ વિરુદ્ધ નથી. કાશ્મીરી બાળકોની સુરક્ષાની જવાબદારી અમારી છે. કાશ્મીરના દરેક બાળકો આતંકવાદ વિરુદ્ધ છે. અમે તેમને સાથે રાખવા માંગીએ છે.
તેમણે કહ્યું કે અમરનાથની યાત્રાએ લાખો શ્રદ્ધાળુઓ આવે છે, તેમની દેખરેખ કાશ્મીરના લોકો કરે છે. અમરનાથ યાત્રીઓને ગોળી વાગી તો કાશ્મીરના મુસલમાન લોહી આપવા માટે લાઈન લગાવીને ઊભા હતા.
વડાપ્રધાને કહ્યું કે પાકિસ્તાનમાં નવી સરકાર રચાઈ છે. સ્વાભાવિક છે કે મે તેમના નવા વડાપ્રધાનને ફોન કરીને શુભેચ્છા પાઠવી હતી. મે તેમને કહ્યું હતું કે હવે ખૂબ ઝઘડ્યા બન્ને, પાકિસ્તાને આ લડાઈથી કંઈજ નથી મેળવ્યું. તમે રમત ક્ષેત્રેથી રાજકાણમાં આવ્યા છો. આવો બન્ને દેશો મળીને ગરીબી વિરુદ્ધ લડીએ. મોદીએ જણાવ્યું કે તે સમયે પાક પીએણે જણાવ્યું હતું કે મોદીજી હું પઠાણનો દીકરો છું, સારું બોલું છે. સાચા કામ કરું છું. આજે પાકિસ્તાનને આ શબ્દોની કસોટી પર ખરા ઉતરવાની જરૂર છે.
તેમણે કહ્યું કે મને જૂજ લોકો પર અફસોસ થાય છે જે ભારતમાં રહે છે પરંતુ પાક.ની ભાષા બોલે છે. આ એ જ લોકો છે જે પાક. જઈને કહે છે કે કંઈ પણ કરો પરંતુ મોદીને હટાવો. આ એ જ લોકો છે જે મુંબઈ હુમલા બાદ આતંકવાદનો જવાબ આપી શક્યા નથી. ટોંકમાં વડાપ્રધાન મોદીએ સૈનિકોને છુટ્ટોદૌર આપ્યો હોવાનો પુનરોચ્ચાર કર્યો હતો.