પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમવારે ઝારખંડના ખૂંટીમાં ચૂંટણી રેલીને સંબોધિત કરી હતી. તેમણે કહ્યું- પહેલા ચરણના મતદાનથી ત્રણ વાતો સ્પષ્ટ થઇ છે. લોકંતંત્રને મજબૂત કરવા અને રાષ્ટ્રનિર્માણમાં યોગદાન પ્રત્યે ઝારખંડના લોકોની આસ્થા અભૂતપુર્વ છે. ભાજપ સરકારે નક્સલવાદની કમર તોડી નાખી છે. તેને ખૂબ નાના વિસ્તાર સુધી સમેટી દેવાયો છે. તેનાથી ડરનો માહોલ ઓછો થયો છે. વિકાસનો માહોલ બન્યો છે.
મોદીએ કહ્યું- પ્રધાનમંત્રી બન્યા બાદ ખૂંટીમાં આ મારો બીજો પ્રવાસ
‘પહેલા ફેઝમાં જે રીતે ઝારખંડના લોકો મતદાન કરવા પહોંચ્યા અને મતદાન કર્યું તે પ્રથમ ચરણ માટે હું ઝારખંડના મતદારોનું અભિનંદન કરું છું. જોકે 30 નવેમ્બરે નિરાશામાં ડૂબેલા એવા લોકો જેમને ઝારખંડની જનતા નકારી ચૂકી છે , તેમણે પહેલા ચરણના મતદાન સમયે અહીં માહોલ ખરાબ કરવાની કોશિષ ખરી. આખા દેશે જોયું છે પરંતુ ઝારખંડના લોકોએ તે કોશિષો નાકામ કરી દીધી છે.’ ‘પહેલા ચરણના મતદાન બાદ ત્રીજી વાત એ સ્પષ્ટ થઇ છે કે ઝારખંડના લોકોમાં ભાજપ સરકાર પ્રત્યે એક વિશ્વાસની ભાવના જાગી છે. ઝારખંડનો વિકાસ કોઇ પાર્ટી કરી શકતી હોય તો એ માત્ર ભાજપા છે. આ ભાવના મને આજે ખૂંટીમાં દેખાઇ રહી છે. ’
‘ઝારખંડના લોકો જોઇ રહ્યા છે કે દિલ્હી અને રાંચીમાં ડબલ એન્જિન લગાવવાથી વિકાસની ગતિ ઝડપી અને સ્થાઇ હોય છે. અર્જુન મુંડાએ સત્ય કહ્યું કે દિલ્હીએ રાજ્યમાં ગામડાઓ સુધી વિકાસ પહોંચાડ્યો અને રાજ્ય સરકારે તેની જવાબદારી પૂર્વક નિભાવ્યો. અહીંની જનતા કહી રહી છે. ઝારખંડ પુકારા , ભાજપા દોબારા.’ ‘તમારા પડોસમાં જ્યાં ભાજપની સરકાર નથી ત્યાંની સ્થિતિ જોઇ લો. ખેડૂતો, વંચિતો, આદિવાસીઓ સાથે કોંગ્રેસે ખોટા વાયદા કરીને સરકાર તો બનાવી લીધી પરંતુ વાયદાઓ પૂરા કરવાથી દૂર ભાગી રહ્યા છે. લોકોને રસ્તાઓ પર ઉતરવું પડી રહ્યું છે. ઝારખંડ જાણે છે કે કોંગ્રેસ અને ઝામુમોનું રાજકારણ સ્વાર્થ અને કપટનું છે. ’
અહીં આદિવાસીઓ સામે દેશદ્રોહના ગૂના નોંધાયા છે
અહીં આદિવાસીઓએ સરકાર વિરુદ્ધ અવાજ બુલંદ કરવા માટે તેમની પત્થલગડી પરંપરાનો ઉપયોગ કરીને ગામડાઓની બહાર મોટા મોટા પત્થર ખડકી દીધા હતા અને તેમના પર પત્થલગડીમાં મળેલા અધિકારોનો ઉલ્લેખ કર્યો હતો. બંધારણની પાંચમી અનુસૂચિમાં મળેલા અધિકારો અંતર્ગત આદિવાસી વિસ્તારોમાં સંસદ અથવા તો વિધાનમંડળનો કોઇ પણ સામાન્ય કાયદો લાગૂ નથી થતો. તે સિવાય આ વિસ્તારોમાં નોન કોન્ઝર્વેટિવ પ્રથાના વ્યક્તિઓના મૌલિક અધિકારો લાગૂ થતા ન હતા. આદિવાસી વિસ્તારોમાં નોન કોન્ઝર્વેટિવ પ્રથાના લોકોને હરવા ફરવા તેમજ રોજગાર કરવા પર સંપૂર્ણ પણે પ્રતિબંધ છે. આ પહેલા આ આદિવાસી લોકો આ પથ્થરો પર તેમની વંશાવલી અને વડવાઓના નિધન બાદ તેમની યાદોને સંભાળીને રાખતા હતા. પરંતુ જેવું તેમને લાગ્યું કે તેમની જમીન છિનવાઇ જશે , તો તેમણે બળવો કરવાનું શરૂ કર્યું.
11200 લોકો પર કેસ દાખલ કર્યો હતો
ત્યારબાદ પોલીસ અને આદિવાસીઓ વચ્ચે સંઘર્ષ વધી ગયું હતું. એક મીડિયા રિપોર્ટ પ્રમણે ખૂંટીના 11200 લોકો વિરુદ્ધ કેસ દાખલ થયા હતા. જેમાંથી 10 હજાર લોકો પર દેશદ્રોહનો ગુનો નોંધવામાં આવ્યો હતો. કેસ દાખલ થયા બાદ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આ દરેક મામલાઓ વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો અને ટ્વિટ કરીને કહ્યું કે આવા સમાચારોથી દેશની ચેતના હલી જોવી જોઇતી હતી. આજે એ ખૂંટીમાં પીએમ મોદી સભા કરવા જઇ રહ્યા છે. ઝારખંડ વિધાનસભા ચૂંટણીના પ્રથમ ચરણ પહેલા પણ મોદીએ 25 નવેમ્બરના બે મોટી ચૂંટણી સભાઓ કરી હતી. આ દરમિયાન તેમણે ડાલ્ટનગંજ અને ગુમલામાં સભાઓ સંબોધિત કરી હતી. ઝારખંડમાં કુલ 81 સીટ માટે 5 તબક્કામાં મતદાન થઇ રહ્યું છે. પહેલા તબક્કામાં 30 નવેમ્બરે મતદાન થયું હતું જ્યારે બીજા તબક્કામાં 7 ડિસેમ્બરે મતદાન થશે. ત્યારબાદ ત્રીજા તબક્કામાં 12 ડિસેમ્બર, ચોથા તબક્કામાં 16 ડિસેમ્બર અને અંતિમ તબક્કા માટે 20 ડિસેમ્બરે મતદાન થશે. ચૂંટણીના પરિણામ 23 ડિસેમ્બરે જાહેર થશે.