નવી દિલ્હી : સરકાર કોરોનાવાયરસ સામે લડવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરી રહી છે. ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત આની દેખરેખ રાખી રહ્યા છે અને આ માટે લેવામાં આવેલા પગલાઓની સમીક્ષા કરી રહ્યા છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર ખુદ વડાપ્રધાને તેમના કેબિનેટ સાથીઓને સરકારની તૈયારીઓની માહિતી આપી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર બુધવારે (15 એપ્રિલ) કેબિનેટની બેઠકમાં વડાપ્રધાન મોદીએ મંત્રીઓને લોકડાઉન વધારવાથી લઈને હાલની પરિસ્થિતિ વિશે વિસ્તૃત માહિતી આપી હતી. પીએમએ કહ્યું કે, યુરોપ અને અમેરિકા સિવાયના દેશોમાં જે રીતે કોરોના વાયરસનો ચેપ ફેલાયો છે, લોકડાઉન થયા બાદ ભારતમાં સ્થિતિ સુધરી છે.
તેમણે કહ્યું કે, રાજ્ય અને કેન્દ્ર સરકાર સાથે મળીને લીધેલા પગલા બાદ ભારતની સ્થિતિ વિશ્વના અન્ય દેશો કરતા ઘણી સારી છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન મોદીએ કેબિનેટ મંત્રીઓને કહ્યું હતું કે, જો કેન્દ્ર અને રાજ્ય સરકારો લોકડાઉન નિયમોનું યોગ્ય રીતે પાલન કરવાનું ચાલુ રાખે તો ભારત જલ્દીથી કોરોના ચેપને નિયંત્રિત કરી શકે છે.
વડાપ્રધાન મોદી કેબિનેટ મંત્રીઓને કોરોના વાયરસ સંબંધિત તબીબી ઉપકરણો, પરીક્ષણ કીટ, ડિજિટલ થર્મોમીટર અને પીપીઈ કીટ, માસ્ક, સેનિટાઈઝર, ગ્લોબ્સ સહિતની અન્ય વસ્તુઓની ઉપલબ્ધતા વિશે પણ માહિતી આપી હતી. વડાપ્રધાને એમ પણ કહ્યું હતું કે તમામ રાજ્યો સાથે સંકલન કરીને તમામ જરૂરી ચીજો તેમની જરૂરિયાત મુજબ પૂરી પાડવામાં આવી રહી છે.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, કેન્દ્ર 24 કલાક અને સાત દિવસ રાજ્ય સરકારો સાથે સંપર્કમાં છે અને જરૂરિયાત મુજબ તેમને મદદ કરવામાં આવી રહી છે. આખા મંત્રીમંડળે વડાપ્રધાનના ઝડપી અને આગોતરા નિર્ણયની પ્રશંસા કરી હતી.