પુલવામા આતંકી હુમલા બાદ બાલાકોટમાં ભારતીય વાયુસેના દ્વાર એર સ્ટ્રાઈ કરવામાં આવી અને ત્યાર બાદ ભારતીય પાયલોટ અભિનંદન વર્ધમાનને પાકિસ્તાને અટકમાં લીધા અને તેમની મૂક્તિ સુધી વડાપ્રધાન મોદી પર કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ આકરા પ્રહાર કર્યા હતા.
રાહુલ ગાંધીએ કહ્યું કે વડાપ્રધાન મોદી પોતાનો પ્રચાર પાંચ મીનીટ માટે પણ છોડી શકતા નથી. ઉત્તર મહારાષ્ટ્રના ધુલિયામાં શુક્રવારે જાહેરસભાને સંબોધન કરતી વખતે કોંગ્રસ પ્રમુખે પીએમ મોદી પર રાજકીય હુમલો કરતા કહ્યું કે તેઓ પોતાનો પ્રચાર કરવાનું પાંચ મીનીટ માટે પણ છોડી શકતા નથી. પુલવામા હુમલા બાદ પીએમ મોદીએ કહ્યું કે દેશ એકજૂટ છે. પરંતુ તરત જ તેમણે કોંગ્રેસને ટારગેટ કરી. તેઓ પોતાનો પ્રચાર કરવા ઉતાવળા હોય છે. સમય અને સંજોગો જોઈ શકતા નથી. આ ફરક છે અમારામાં અને તેમનામાં.
રાહુલ ગાંધીએ આરોપ મૂક્યો કે પીએમ મોદી આવા ગંભીર સમયનો દુરુપયોગ કરી કોંગ્રેસને ટારગેટ કરી રહ્યા છે. રાષ્ટ્રીય અમર સ્મારક(નેશનલ વોર મેમોરિયલ)ના ઉધ્ધાટન પ્રસંગે પણ તેમણે આવી જ રીતે પોતાનો પ્રચાર કર્યો હતો. નોંધનીય છે કે પીએમ મોદીએ નેશનલ વોર મેમોરિયલના ઉધ્ધાટન ટાણે કોંગ્રેસ પર હુમલો કર્યો હતો.
રાહુલ ગાંધીએ રાફેલ ડિલ અંગે અનિલ અંબાણીનો મજાક ઉડાવી કહ્યું કે જે ઉદ્યોગપતિએ કાગળનું વિમાન પણ બનાવ્યું નથી તેને રાફેલ જેવા વિમાન સોંપી દેવામાં આવ્યા છે. ચોકીદારની નિગરાની હેઠળ 30,000 કરોડ રૂપિયા અનિલ અંબાણીના ગજવામાં જતા રહ્યા છે.