દિલ્હીના જહાંગીરપુરીમાં હનુમાન જન્મોત્સવની શોભાયાત્ર દરમિયાન થયેલા કોમી હિંસાના પ્રત્યાઘાત સમ્રગ દેશભરમાં પડ્યા છે જેને લઇ કેન્દ્રીય ગૃહવિભાગ પણ એકશન મોડમાં જોવા મળી રહ્યો છે જહાંગીરપુરી હિંસાને લઇ રાજકારણ પણ ગરમાયો છે જેમાં AIMIMના ચીફ અસદદ્દીન ઐવૈસીએ કેન્દ્ર સરકાર પર નિશાનો સાંધતા બુલડોઝર કાર્યવાહીને મુસ્લિમ આત્યચારનું સાધન કહેવામાં આવ્યું હતું આ નિવેદન પર કેન્દ્રીયમંત્રી ગિરીરાજ સિંહે પલટવાર કરતા જણાવ્યુ હતુ બુલડોઝર કાર્યવાહીને સમર્થન આપતા જણાવ્યુ હતુ કે આ મામલામાં હિન્દુ-મુસ્લિમ કેમ કરવામાં આવી રહ્યો છે કાયદો કાયદાનું કામ કરી રહી છે કાયદા તમામ માટે સરખો છે તેમણે ટોણા મારતા જણાવ્યુ હતુ કે કેટલાક લોકો જિન્નાના DNAના છે
ઉત્તરપ્રદેશ મધ્યપ્રદેશ ગુજરાત બાદ હવે દિલ્હીમાં પણ પથ્થમારાની હિંસા બાદ તોફાનીઓની મિલ્કત સામે તંત્રે સપાટો બોલાવ્યો છે આ અંગે ઔવેસી BJP પર નિશાનો સાધ્યો હતો ટ્વીટ કરી BJPએ ગરીબો સામે જંગ છેડી છે કાર્યવાહીના નામ પર દિલ્હી ઉત્તરપ્રદેશ મઘ્યપ્રદેશ ગુજરાતમાં ઘર તોડવામાં આવી રહ્યા છે કોઇ નોટિસ કોઇ કોર્ટની આદેશ વગર સીધો મુસ્લિમોના ઘર તોડવામાં આવી રહ્યો છે
અસદદ્દીન ઔવેસીએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર પણ નિશાન સાંઘતા કહ્યુ કે આપને જહાંગીરપુરીના લોકોએ આવા વિશ્વાસઘાત અને કાયરતા માટે પોતાનો મત આપ્યો હતો.જેના જવાબમાં AAPએ કહ્યુ કે પોલીસ અમારા નિયંત્રણમાં નથી એટલે અમે કઇ કરી શક્તા નથી