પોરબંદરમાં મેર ગેંગ જાહેરમાં સક્રિય નથી પણ તેનું સ્થાન ભાજપ પ્રેરિત મેર ગેંગ દ્વારા લઈ લેવામાં આવ્યું છે. ગોંડલ, જેતપુર, ઉપલેટામાં ભાજપને મત મળે એવું આયોજન દરબાર ગેંગના બે માથાભારે લોકોએ કર્યું છે. ભાજપને હારતું બચાવવા માટે સજા ભોગવતાં અને જામીન પર રહેતાં શખ્સ દ્વારા જવાબદારી લીધી છે. આ દરબાર ગેંગના બે માથાભારે તત્વો દ્વારા આ ત્રણ વિસ્તારોમાં ધાક ઊભી કરી દીધી છે. છેલ્લાં 3 દિવસમાં તે ખેલ પાડી દેવા માટે તૈયારી કરી ચૂક્યા છે. તેથી કેટલાંક લોકો એ પોરબંદર કલેક્ટરની બદલી કરાવવા માટે ફરિયાદ કરી છે. પણ ચૂંટણી પંચ પર નેતાઓનું દબાણ હોવાથી બલદી થતી નથી.
થોડા દિવસ પહેલા દરબાર ગેંગ દ્વારા કુતિયાણામાં કાંધલ જાડેજા સાથે મુલાકાત કરી હતી. જેમાં ગાંધીનગરમાં ટોચના સ્થાને બેઠેલા નેતા સાથે કાંધલની વાત કરાવી હતી અને તેને સમજાવવામાં આવ્યા હતા કે તેઓ શાંત રહે. નિષ્ક્રિય બની જાય. બાકીનું જોઈ લઈશું.
ભાર્ગવ જોષી અને રેશ્મા નડશે
પોરબંદર શહેરમાં અપક્ષ ઉમેદવાર અને જનતા જનાર્દન પક્ષના ભાર્ગવ જોષી કોંગ્રેસ અને ભાજપના મત લઈ જશે. શહેરના 30 ટકા મત તે લઈ જઈ શકે છે. જ્યારે ગ્રામ્ય અને શહેરમાં ભનુભાઈ ઓડેદરા મેરના મત સારા એવા લઈ જશે. પોરબંદર શહેરમાં દરબાર ગેંગ પગ મુકતા ગભરાય છે.
પોરબંદર લોકસભા બેઠક જીતવા માટે આ વખતે ભાજપે ગોઠવીને ચોકઠા ઊભા રાખ્યા છે. વિટ્ઠલ રાદડિયાની ગેરહાજરીમાં આ બેઠક જીતી શકાય તેમ ન હતી. તેથી અહીં ગુંડા અને ગદ્દાનો સહારો લેવામાં આવી રહ્યો છે. અહીંની ગુંડા ગેંગને સીધા દિલ્હી અને ગાંધીનગર સાથે સંબંધ છે.
પટેલ સામે પટેલ
રમેશ ધડુક ભાજપના અને લલીત વસોયા કોંગ્રેસના ઉમેદવાર છે. બન્ને લેઉવા પટેલ ઉમેદવાર છે. જેનો બેઝ જેતપુર, ગોંડલ અને ઉપલેટા છે. જ્યાં તેઓ પાટીદારોના મત લઈ લેશે. તેની સામે અહીં મતદાનના છેલ્લાં 3 દિવસ ગુંડાગીરી થવાની છે તેના કારણે ભાજપને મત મળશે.
દારુ અને દાદાગીરી
ગઈ વિધાનસભાની ચૂંટણીમાં પોરબંદર શહેરમાં બે ગાડી દારુ ઉતારવામાં આવ્યો હતો. જે ગરીબ વિસ્તારમાં તે દારુ આપવામાં આવ્યો હતો. એવું આ વખતે પણ છેલ્લાં દિવસોમાં થવાનું છે. તેથી અહીં ભાજપની હીલચાલ પર નજર રાખવા માટે કેટલાંક જાણભેદુ કામે લાગેલા છે. માહિતીના અધિકાર માટે લગતાં લોકો ભાજપની પ્રત્યેક હિલચાલ પર ચાંપતી નજર રાખી રહ્યાં છે. તેઓ તુરંત ચૂંટણી પંચને મોબાઈલ એપ પર ફોટા સાથે ફરિયાદ કરી દે છે.
15 વર્ષથી એક જ અધિકારી
પોરબંદર લોકસભા વિસ્તારમાં મહેસૂલ અને ગૃહ વિભાગનો હવાલો સંભાળતાં નાયબ કલેક્ટર મનોજ જોષી છેલ્લાં 15 વર્ષથી પોરબંદર વિસ્તારમાં એક જ સ્થળે નોકરી કરી રહ્યાં છે. તેઓ પોરબંદરના પાવરફુલ અધિકારી છે. તેઓ દિલ્હી અને ગાંધીનગર ધાર્યું કરાવી શકે તેવી શક્તિ ધરાવે છે. તેમણે અહીં 3 વિધાનસભા અને 3 લોકસભાની ચૂંટણી કરાવી છે. ચૂંટણી પંચના નિયમો પ્રમાણે પાંચ વર્ષથી વધું એક જ સ્થળે ફરજ બજાવતાં હોય તો તેમને ચૂંટણીના સમયમાં બદલી કાઢવામાં આવે છે. કારણ કે તે લાંબો સમય એક જ સ્થળે ફજર પર હોય તો સ્થાપિત હિત સાથે જોડાઈ જાય છે. આવું જ થયું છે. તેઓને પોરબંદરના ધારાસભ્ય બાબુ બોખીરીયા જામનગર ડીડીઓમાંથી અહીં પોરબંદર લાવ્યા હતા. બીએસપીના કારણે તથા ચૂંટણી પંચના કેટલાંક અધિકારીઓના આયોજનના કારણે અર્જુનભાઈ મોઢવાડિયા વિધાનસભાની ચૂંટણી હારી ગયા હતા.
ગુંડા ગેંગને સારા સંબંધ
જુનાગઢ જેલમાં હોવા છતાં ગોંડલમાં પડ્યા રહેતાં ગુંડાઓ માટે અહીં પટેલ સમાજમાં ભારે વિરોધ થયો હતો. ગુંડાઓને ઘમકી આપતો ફોન ભાજપના નેતાઓએ ટેપ કરીને ગુંડા ગેંગને આપી દીધો હતો. ગુંડા ગેંગના સભ્યોને પટેલ મહિલા છાત્રાલયમાં લાવવામાં આવ્યા હતા. ત્યારે ભાજપના નેતાઓનો ભારે વિરોધ થયો હતો. તેથી તેઓ સુરત ભાગી ગયા હતા. સમાજે તેનો બહિષ્કાર કર્યો હતો. સુરતથી લાવીને તેમને ટિકિટ આપવામાં આવતાં પટેલ સમાજ ભાજપથી નારાજ છે. તે સમયે નિલેશ રૈયાણી હત્યા કેસ પણ બન્યો હતો.
ભાજપનું પ્લાનીંગ
પોરબંદર લોકસભા ભાજપ જીતે તેમ ન હોવાથી આ પ્લાન તૈયાર કરાયો છે. 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પણ આવું જ થયું હતું. ભાજપ જાણે છે કે, પોરબંદરમાં ચૂંટણી જીતવી હોય તો ગુંડાગીરી કરનારા અને ચૂંટણીમાં મદદ કરનારા અધિકારીઓ હોવા જરૂરી છે. આવું જ આયોજન થયું છે.
ઉમેદવારોની યાદી
- લલીત વસોયા – કોંગ્રેસ
- રેશ્મા પટેલ – અપક્ષ
- ભાર્ગવ સુરેશચંન્દ્ર જોષી – ગુજરાત જનતા પંચાયત પાર્ટી
- રમેશભાઈ લવજીભાઈ ધડુક – ભારતીય જનતા પાર્ટી
- સોંદરવા અશોક નાનજી અપક્ષ
- ભનુભાઈ નાગાભાઈ ઓડેદરા અપક્ષ
- કદાવલા સામતભાઈ ગોવાભાઈ – બહુજન સમાજ પાર્ટી
- ઉનડકટ પ્રકાશભાઈ વલ્લભદાસ અપક્ષ
- વિમલભાઇ રતિલાલ રામાણી અપક્ષ
- અલ્પેશ વલ્લભભાઇ વાડોલીયા અપક્ષ
- રાંક જિજ્ઞેશભાઇ ગોવિંદભાઇ અપક્ષ
- કિર્તીકુમાર બાવનજીભાઇ મારવાણીયા અપક્ષ
- રણજીત વિંઝુડા – અપક્ષ
- કારાભાઈ આંત્રોલિયા – અપક્ષ
- દાસાભાઈ રબારી – અપક્ષ
- ડાહ્યાભાઈ રાઠોડ – અપક્ષ
- રિયાઝ સુતરીયા – અપક્ષ