લોકસભાની ચૂંટણીની જાહેરાત ટુંક સમયમાં થશે. રાજ્યના તમામ નાના-મોટા પક્ષ ચૂંટણીની તૈયારીઓમાં લાગી ગયા છે. ત્યારે રાજ્યમાં પણ ચૂંટણીની તૈયારીઓનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. તેવામાં રેશ્મા પટેલે પણ મોટી જેહારાત કરી છે. રેશમા પટેલ પોરબંદરથી ચૂંટણી લડશે.
પ્રાપ્ત માહિતી અનુસાર, પૂર્વ પાસ કન્વીનર અને ભાજપના નેતા રેશ્મા પટેલે પણ લોકસભા ચૂંટણીમાં ઝંપલાવવાનું મન બનાવી લીધુ છે. રેશ્મા પટેલે લોકસભા ચૂંટણી મુદ્દે પોતાનું મંતવ્ય જાહેર કરી દીધુ છે. રેશ્મા પટેલે જણાવ્યું કે, હું લોકસભા ચૂંટણી લડીશ, હું પોરબંદરથી ચૂંટણીમાં ઝંપલાવીશ.
જોકે, રેશ્મા પટેલે એ પણ કહ્યું કે, હજુ એ સ્પષ્ટ નથી કે હું કયા પક્ષ તરફથી ચૂંટણી લડીશ પરંતુ પોરબંદરથી લોકસભા ચૂંટણી લડીશ તે નક્કી છે. રેશ્મા પટેલે વધુમાં કહ્યું કે, હું સમાજ માટે લોકસભા ચૂંટણી લડીશ, સાથે ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ લડીશ.
તમને જણાવી દઈએ કે, 2017ની વિધાનસભા ચૂંટણી સમયે રેશ્મા પટેલે હાર્દિક પટેલનો સાથ છોડી ભાજપનો કેસ પહેર્યો હતો, પરંતુ સમય જતા ભાજપમાં રેશ્મા પટેલને હાંસીયામાં ધકેલી દેવામાં આવ્યા છે. રેશ્મા પટેલે હવે લોકસભાની ચૂંટણી માટે રણનીતી બનાવવાનું શરૂ કરી દીધુ છે. રેશ્મા પટેલે જે રીતે ભાજપ સામે બંડ પોકાર્યો છે, તે જોતા સ્પષ્ટ લાગે છે કે, તે અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી શકે છે.