લોકસભા ચૂંટણીનાં પરિણામો બાદ નિરાશ ગુજરાત કોંગ્રેસમાં જૂથવાદ વકરી રહ્યો છે. થોડાક દિવસ પહેલાં કોંગ્રેસ ભવનમાં મિટિંગ પછી મારામારીની ઘટના સર્જાઈ હતી. ત્યાં હવે મંગળવારે સાંજે પાલડી સ્થિત પ્રદેશ કાર્યાલયે મળેલી મિટિંગ બાદ કોંગ્રેસના સુરત શહેરના પ્રમુખ બાબુ રાયકા અને પ્રદેશ મંત્રી અસ્લમ સાઇકલવાલા સામસામે તૂ તૂ મૈં મૈં ઉપર ઊતરી આવ્યા હતા.
પ્રદેશ નેતાઓની પણ હોદ્દેદારોમાં બીક નથી. મંગળવારની ઘટના અંગે હાજર આગેવાનોએ કહ્યું કે, સુરત શહેર પ્રમુખે પ્રદેશના મંત્રીનું રાજકારણ પૂરું કરી દેવાની ધમકી આપી હતી અને ત્યાર બાદ બંને સામ-સામે ઉગ્ર બોલાચાલી પર ઊતર્યા હતા.