સપાના રાજ્યસભાના સાંસદ રામગોપાલ યાદવે સેના અને પુલાવામા આતંકી હુમલા અંગે વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. રામગોપાલે પુલવામા હુમલાને લઈ કહ્યું કે વોટ માટે જવાનોને મારી નાંખવામાં આવ્યા છે. હું અત્યારે વધારે કહી શકું એમ નથી. પરંતુ જ્યારે સરકાર બદલાશે ત્યારે આની તપાસ કરવામાં આવશે અને તેમાં મોટા-મોટા લોકો ફસાશે.
રામગોપાલ યાદવ સમમાજવાદી પાર્ટીના મહત્વના નેતાઓ પૈકી એક છે. તેમણે કહ્યું કે પેરામિલિટ્રી ફોર્સ સરકારથી દુખી છે. જવાન માર્યા ગયા. આ બધું વોટ માટે કરવામાં આવ્યું. જમ્મૂ-શ્રીનગરની વચ્ચે કોઈ ચેકીંગ હતું નહીં. જવાનોને સામાન્ય ગાડીઓમા મોકલી દેવામાં આવ્યા હતા. આ એક મોટું ષડયંત્ર હતું. હું અત્યારે વધારે કહેવા માંગતો નથી. જ્યારે સરકાર બદલાશે ત્યારે આની તપાસ કરવામાં આવશે, જેમાં મોટા-મોટા લોકો ફસાઈ જવાના છે.
આ પહેલી વખત નથી કે આવા પ્રકારના પ્રશ્નો ઉભા કરવામાં આવ્યા હોય. પુલવામા હુમલા બાદ થયેલી એરસ્ટ્રાઈકને લઈને પણ અનેક સવાલો ઉભા કરવામાં આવ્યા છે. વિપક્ષની સાથે શિવસેનાએ પણ એરસ્ટ્રાઈકમાં માર્યા ગયેલા આતંકીઓની સંખ્યા અંગે સવાલો પૂછ્યા હતા. આ ઉપરાંત સરકારને અનેક વખત ઘેરવામાં આવી છે.