રાજ્યસભા સાંસદ અને અભિનેત્રી જયા બચ્ચન ભોપાલમાં જમીન વિવાદમાં ફસાયા છે. જયા પર જમીનના સોદામાંથી પૈસા લીધા બાદ ઉથલપાથલ કરવાનો આરોપ છે. આ મામલામાં ભોપાલ ડિસ્ટ્રિક્ટ કોર્ટે તેમને પોતાનો પક્ષ રજૂ કરવા નોટિસ મોકલી છે.
જયા બચ્ચન પાસે ભોપાલના સેવેનિયા ગૌર ગામમાં પાંચ એકર જમીન છે. મળતી માહિતી મુજબ જયા બચ્ચને પૂર્વ ધારાસભ્ય જિતેન્દ્ર ડાગાના પુત્ર અનુજ ડાગા સાથે લગભગ 1 કરોડ રૂપિયા પ્રતિ એકરમાં જમીન વેચવાનો સોદો કર્યો હતો. અનુજ ધાગાએ જયા બચ્ચનના ખાતામાં 1 કરોડ રૂપિયા પણ જમા કરાવ્યા હતા. અનુજના વકીલનું કહેવું છે કે છ દિવસ સુધી પોતાના બેંક ખાતામાં પૈસા રાખ્યા બાદ જયાએ ગુપ્ત રીતે પૈસા પરત કરી દીધા.
અનુજના વકીલનું કહેવું છે કે રાજેશ યાદવે જયાના વતી વધુ પૈસાની માંગણી કરી છે. તે કહે છે કે હવે જયા તેની જમીન 2 કરોડ રૂપિયા પ્રતિ એકરમાં વેચવા માંગે છે. આ કેસમાં અનુજ જયા બચ્ચન વિરુદ્ધ કોર્ટમાં ગયો હતો. જયા બચ્ચનને નોટિસ જારી કરીને કોર્ટે તેમને 30 એપ્રિલે પોતાનો પક્ષ રજૂ કરવા કહ્યું છે.