ભાજપના મહિલા આગેવાન રેશ્મા પટેલે પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજી અને સીબીઆઈ વિવાદમાં ઝંપલાવ્યું અને સોશિયલ મીડિયામાં લખ્યું છે કે આજે દેશ જોઈ રહ્યો છે કે જે 70 વર્ષમાં ન થયું તે હવે જોવા મળી રહ્યું છે.
રેશ્મા પટેલે લખ્યું ખે કાલે રાતથી પ.બંગાળાં સીબીઆઈ વર્સીસ સ્ટેટ પોલીસનું ચિત્ર ઉભૂં થયું છે. મમતા બેનરજી પર સવાલ ઉભા કરવામાં આવી રહ્યા છે કે આ દીદીની દાદાગીરી છે કે ગાંધીગીરી છે. આ બધી વાતો જોતાં ભારત દેશના જાગૃત નાગરિક અને ભારતીય જનતા પાર્ટીના સક્રીય સભ્ય હોવાના નાતે આ મુદ્દે ચૂપ રહી શકાય એમ નથી. હું માત્ર એટલું જ બતાવવા માંગુ છું કે જે 70 વર્ષમાં ન થયું તે આજે દેશમાં થઈ રહ્યું છે.
રેશ્માએ વધુમાં લખ્યું છે કે આ પૂર્વે આરબીઆઈ વર્સીસ સરકાર જોઈ ચૂક્યા છીએ. સીબીઆઈ વર્સીસ સીબીઆઈ જોઈ ચૂક્યા છીએ. સુપ્રીમ કોર્ટના જજોએ ઈતિહાસમાં પહેલીવાર પ્રેસ કોન્ફરન્સ કરવી પડી અને આજે સીબીઆઈ વર્સીસ સ્ટેટ પોલીસ જોવા મળી રહ્યું છે.
રેશ્મા પટેલ લખે છે કે આ બધું જોઈને પ્રશ્ન તો ભાજપની સરકાર પર જ ઉઠવાના છે. કારણ કે પાંચ વર્ષમાં ઈતિહાસ બનાવ્યો તો લાજવાબ ઈતિહાસ બનાવ્યો કે આજે દેશનું બંધારણને જ પાંજરામાં ઉભો કરી દેવામાં આવ્યો છે. સત્તાના નશામાં બધા જ રાજ્યોમાં સત્તા હાંસલ કરવાની લાલચે કોઈને પણ છોડવામાં આવી રહ્યા નથી. તમારી કૂટનીતિઓના કારણે આજે આખો દેશ જોઈ રહ્યો છે કે આપણા ભાજપના નેતા જ ભાજપની કૂટનીતિઓની સામે ઉભા થઈ રહ્યા છ. ભાજપના તાનાશાહોની સામે ઉભા થઈ રહ્યા છે.