રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના પ્રમુખ મોહન ભાગવતે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370ને હટાવા માટે મોદી સરકારના ભારોભાર વખાણ કર્યા હતાં. સાથો સાથ તેમણે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન પર પણ નિશાન સાધ્યું હતું. તેમણે ઈમરાન ખાનને સલાહ આપી હતી.
દશેરાના અવસર પર નાગપુરમાં આયોજીત કાર્યક્રમમાં આરએસએસના પ્રમુખે દેશની સુરક્ષા વ્યવસ્થા, ભારતીય સેનાની તૈયારી અને સુરક્ષા નીતિના મોર્ચા પર કેન્દ્ર સરકારના વખાણ કર્યા હતા. પીએમ મોદીની પ્રશંસા કરતાં ભાગવતે કહ્યું હતું કે, આ સરકારે કેટલાંય મોટા નિર્ણયો લઇને દેખાડી દીધું છે કે તેમનામાં જનાભાવનાની સમજણ છે. આ દરમ્યાન ભાગવતે એ લોકો પર પણ નિશાન સાંધ્યું હતું કે, જે દેશના વિકાસમાં અડચણો ઉભી કરી છે. સાથો સાથ તેમણે મહાત્મા ગાંધી અને ગુરૂનાનકને પણ યાદ કર્યા હતા.