છેલ્લા બે દિવસથી ગુજરાતના તમામ લોકોને તારકમહેતાકા ઉલ્ટા ચશ્મા સીરીયલ યાદ અાવી રહી છે કારણકે એમાં બટકા એવા નટુકાકા વારંવાર જેઠાલાલ જોડે પગાર વધારો માંગે અને અેને ધુત્કારી કઢાય છે તો ગુજરાતના રાજકારણમાં બટકા નેતા નીતિન પટેલને નાયબ મુખ્યપ્રધાનનું ગાજર બતાવી ખાતા ન અપાતાં અેમને ગુજરાતના જેઠાલાલ વિજય રૂપાણીએ નટુકાકા બનાવવાનો પ્રયાસ કર્યો છે.
સીરીયલમાં તો નટુકાકા ચૂપચાપ કામ કરે છે પણ અહીં નીતિન પટેલને નટુકાકા બનાવવા જતાં વિજય રૂપાણીનું ધોતીયું ઢીલું થઈ ગયું છે. નીતિન પટેલને ચૂંટણીમાં હરાવવા માટે ભાજપના કેટલાંક નેતા મહેનત ન કરી અેટલે બટકા નીતિન પટેલને વધુ વેતરવા માટે એમને કોઈ ખાતું ન અાપ્યું.
અાનંદી બહેનને અાનંદ કરાવનાર નીતિન પટેલને નટુકાકા બનાવવા જતાં અે રૂપાણી સામે વિફર્યા છે. અેમણે પોતાની ઓફીસમાં અાવવાનું બંધ કરી દીધું છે તો એમણે જેઠાલાલ ઉર્ફે વિજય રૂપાણીને કહી દીધુ છે કે જો માન નહીં જણામાયતો રાજીનામું અાપી દઈશ. અાનંદી બહેનના વફાદાર હોવાને કારણે પહેલાં મુખ્યમંત્રી પદેથી કપાયા પછી સમસમીને બેઠેલા નીતિન પટેલનું ફરી નાક કાપવાનો પ્રયાસ કર્યો છે અેમની પાસેથી મહત્વની કામગીરી લઈ લીધી છે.
પટેલ અાંદોલનને શાંત કરવામાટે એડીચોટીનું જોર લગાવ્યા પછી નીતિન પટેલને નટુકાકા બનાવવા જતાં હવે હાર્દિક નવો ખેસ નાંખી રહ્યો છે. હાર્દિકે કોંગ્રેસમાં દસ ધારાસભ્યોને લઈને અાવવાનું અામંત્રણ અાપ્યું છે.જેના કારણે વિજય રૂપાણીને ફ્લાવર શોમાં નેપાળાનો જુલાબ લાગી ગયો છે.અેમાય વળી અમીતશાહની પગચંપી કરી ગાંધીનગરની ખુરશી પર બેઠેલા રૂપાણી પર દિલ્હીથી ફોન અાવતાં ફુલો વચ્ચે ઉભેલાં રૂપાણીનો ચહેરો કરમાઈ ગયો છે.
બીજીતરફ નીતિન પટેલે થુપ્પાઈસ કરી હવે નહીં અાવું કહી દેતાં ભાજપના નેતા રીસાયેલા નીતિન પટેલને મનાવવા મચી પડ્યાં છે પણ નીતિન પટેલ ટસના મસના થયા. નીતિન પટેલ હવે અસલ પાટીદાર મૂડમાં છે અેમનાં સમર્થકો હવે મહેસાણા બંધ અાપવાના મૂડમાં છે. જેના કારણે ભાજપમાં ભવાઈનાં ભૂંગળ વાગવાના શરૂ થઈ ગયાં છે અાજ રાત સુધીમાં નીતિન પટેલને નહી મનાવાય તો ભાજપમાં મોટી ભાંજગડ શરૂ થશે ત્યારે ભાજપને જીતાડવા પટેલોને હાર્દિકને નારાજ કરી ગાળો ખાનાર નીતિન પટેલ માટે ગાલીબની અેક શાયરી બદલીને મુકવાનું મન થાય છે કે,
તુમ જીસ તરહ ચલે વહ અડવાણી કી મઝાર (કબર)થી અેટલેકે પક્ષ માટે ગમેતેટલી મહેનત કર્યા પછી પણ અડવાણીની જેમ નીતિન પટેલ શ્રદ્ધેય નીતિન પટેલ થઈ હાંસીયામાં ધકેલાઈ જાય તો નવાઈ નહી.


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.