નવી દિલ્હી : કોરોના લોકડાઉન વચ્ચે યુપી ભાજપના ધારાસભ્ય સુરેશ તિવારીના નિવેદન પર વિવાદ ઉભો થયો છે. મુસ્લિમો પાસેથી શાકભાજી નહીં ખરીદવાની વાત કરી રહેલા ધારાસભ્યો એમ કહેતા હોય છે કે તેમણે કંઈ ખોટું કહ્યું નથી, તો પછી તેમની જ પાર્ટી ભાજપ દ્વારા પણ આ નિવેદનને નકારી કાઢવામાં આવ્યું છે. જ્યારે વિરોધી પક્ષ સમાજવાદી પાર્ટીએ સુરેશ તિવારી સામે દેશદ્રોહનો કેસ નોંધવાની માંગ કરી છે.
વાયરલ થઈ રહેલા દેવરિયા જિલ્લાની બરહજ વિધાનસભા બેઠકના ભાજપના ધારાસભ્ય સુરેશ તિવારીના વીડિયોમાં તે આજુબાજુના લોકોને કહી રહ્યા છે કે મુસ્લિમો પાસેથી શાકભાજી ન ખરીદો. આ વીડિયો સામે આવ્યા પછી ચકચાર મચી ગઈ છે. સમાજવાદી પાર્ટીએ ધારાસભ્ય સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.
સપાના પ્રવક્તા અનુરાગ ભદૌરીયાએ જણાવ્યું હતું કે, ભાજપના ધારાસભ્યો આવા સમયે પણ સમાજમાં ઝેર ઓકવાનું કામ કરી રહ્યા છે. એટલું જ નહીં,ભદૌરિયાએ એમ પણ કહ્યું હતું કે આવા લોકો પર રાજદ્રોહનો કેસ ચલાવવામાં આવે અને તેઓને જેલમાં મોકલવામાં આવે.
ભાજપે પણ આ નિવેદન ખોટું ગણાવ્યું
સપાએ ધારાસભ્ય સુરેશ તિવારી સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે, તેમજ ભાજપે તેના ધારાસભ્યને પણ સૂચના આપી છે. ભાજપના પ્રવક્તા રાકેશ ત્રિપાઠીએ કહ્યું છે કે, દેશ કોરોના રોગચાળા સાથે યુદ્ધ લડી રહ્યો છે, જ્યારે સાંપ્રદાયિક વિભાજનની વાત આવે ત્યારે તે એકદમ ખોટું છે. રાકેશ ત્રિપાઠીએ કહ્યું કે, વ્યક્તિએક્યાંથી કોઈ માલ ખરીદવો હોય તે તેના પર નિર્ભર છે. ધારાસભ્ય સુરેશ તિવારીને સલાહ આપતા રાકેશ ત્રિપાઠીએ કહ્યું કે આવી બાબતોથી બચવું જોઈએ.