શિવસેનાએ પોતાના મુખપત્ર ‘સામના’નો લેખમાં સંપૂર્ણ રીતે એનસીપી પ્રમુખ શરદ પવારને સમર્પિત કરી દીધો છે. ‘સામના”નાં કાર્યકારી સંપાદક સંજય રાઉત દ્વારા લખવામાં આવેલા આ લેખમાં દેવેન્દ્ર ફડણવીસ પર નિશાન સાધવામાં આવ્યા છે, જ્યારે પોતાના સહયોગી અનસીપી અને કૉંગ્રેસની પ્રશંસા કરવામાં આવી છે. લેખમાં લખવામાં આવ્યું છે કે, ‘મહારાષ્ટ્રમાં વિપક્ષ બચશે નહીં તથા પવારની રાજનીતિ ખત્મ થઈ ગઈ છે જેવી હાસ્યાસ્પદ વાતો શ્રી દેવેન્દ્ર ફડણવીસે કરી હતી. આ તેમને ઊંધુ પડ્યું છે.’
કૉંગ્રેસને અઘાડીનો ભાગ બનાવવાનો શ્રેય શરદ પવારને
પવારે આગેવાની ના લીધી હોત તો મહારાષ્ટ્રમાં પરિવર્તન ના થયું હોત
તેમા લખવામાં આવ્યું છે કે, ‘શરદ પવારે આગેવાની ના લીધી હોત તો આજે મહારાષ્ટ્રમાં પરિવર્તન ના થયું હોત. આ પ્રકારની સરકારનું નિર્માણ થઈ શકે છે. આના પર શરૂઆતમાં શરદ પવાર પણ વિશ્વાસ કરવા તૈયાર નહોતા. શરદ પવાર પહેલા સોનિયા ગાંધીને મળ્યા અને સોનિયા ગાંધીએ આ પ્રસ્તાવ સ્વીકાર કર્યો નહીં. શિવસેના સાથે કેવી રીતે જઇએ? આ તેમનો પહેલો પ્રશ્ન હતો તથા અલ્પસંખ્યકો અને હિંદીભાષીમાં શું પ્રતિક્રિયા થશે? તેવી આશંકા વ્યક્ત કરી.’
બાલાસાહેબ ઠાકરે તેમજ ઇન્દિરા ગાંધીનાં મધુર સંબંધ હતા
‘શરદ પવારે સોનિયા ગાંધીને કહ્યું કે, બાલાસાહેબ ઠાકરે તેમજ ઇન્દિરા ગાંધીનાં મધુર સંબંધ હતા. ઇમરજન્સી બાદ મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી દરમિયાન શિવસેનાએ કૉંગ્રેસનાં વિરોધમાં ઉમેદવારોને શિવસેના સમર્થન આપે એ માટે અમે સ્વયં બાલાસાહેબ ઠાકરેને મળ્યા હતા. મુંબઈનાં હિંદીભાષી શિવસેનાને વોટ આપે છે. આ માટે મહાનગરપાલિકામાં શિવસેનાની સત્તા આવતી રહી છે, આવી જાણકારી શ્રી પવારે સોનિયાને આપી.’