રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની આજે 150 મી જન્મ જયંતી છે અને રાષ્ટ્રપિતાની 150 મી જન્મ જયંતી નિમિત્તે દેશભરમાં અનેક કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. કોંગ્રેસ દ્વારા પણ મહાત્મા ગાંધીની જયંતી નિમિત્તે પદયાત્રા કાઢવામાં આવી હતી. પદયાત્રા દિલ્હી કોંગ્રેસ કાર્યાલયથી રાજઘાટ સુધી નિકળી હતી. કોંગ્રેસ દ્વારા સમગ્ર દેશમાં રઘુપતિ રાઘવ રાજા રામની ધુન પર પદયાત્રા કાઢવામાં આવી હતી. દરમ્યાન પદયાત્રા બાદ કોંગ્રેસનાં રાષ્ટ્રીય અધ્યક્ષ સોનિયા ગાંધીએ ભાજપ પર કટાક્ષ કર્યો હતો. તેમણે કાર્યકર્તાઓને સંબોધિત કરતાં જણાવ્યું હતું કે છેલ્લા પાંચ વર્ષમાં જે પણ થયું છે તેનાથી ગાંધીજીની આત્મા દુ:ખી હશે. દેશની હાલત ખરાબ છે. દેશમાં ન તો મહિલાઓ સુરક્ષિત છે અને ન તો અર્થવ્યવસ્થા બરાબર છે. સોનિયા ગાંધીએ કોંગ્રેસના કાર્યકરોને સંબોધન કર્યું હતું કે, આજે જ્યારે આપણો દેશ અને આખું વિશ્વ મહાત્મા ગાંધીની 150 મી જન્મ જયંતી ઉજવી રહ્યું છે, ત્યારે આપણે બધાને ગર્વ છે કે આજે ભારત જ્યાં પહોંચ્યું છે, તે ફક્ત ગાંધીજીના માર્ગ પર ચાલીને જ પહોંચ્યું છે. છે.
ગાંધીજીનું નામ લેવું સરળ છે પરંતુ તેમના માર્ગને અનુસરવું સરળ નથી. સોનિયા ગાંધીએ વધુમાં કહ્યું હતું કે કેટલાક લોકો ઇચ્છે છે કે ગાંધીજી નહીં પણ આરએસએસ ભારતનું પ્રતીક બને. હું આવા લોકોને સ્પષ્ટપણે કહેવા માંગુ છું કે આપણા રાષ્ટ્રની મિશ્ર સંસ્કૃતિ, સભ્યતા અને સમાજમાં ગાંધીજીની સર્વસમાવેશી વ્યવસ્થા સિવાય કદી કોઈ કલ્પના કરી શકાય નહીં. જે લોકો અસત્ય પર આધારિત રાજકારણ કરી રહ્યાં છે તે કેવી રીતે સમજી શકશે કે ગાંધીજી અહિંસાના ઉપાસક હતા. સોનિયા ગાંધીએ કહ્યું કે છેલ્લા કેટલાક વર્ષોમાં, સામ-દામ-દંડ-ભેદનો ખુલ્લો વેપાર કરીને તેઓ પોતાને ખૂબ શક્તિશાળી માને છે. આમ છતાં જો ભારત વિચલિત ન થાયું તો તેનું કારણ એ છે કે આપણા દેશનો પાયો એ ગાંધીજીનાં સિધ્ધાંતો પર મુકાયેલો છે. ભારત અને ગાંધીજી એક બીજાના પર્યાય છે. જણાવી દઈએ કે મહાત્મા ગાંધીની જન્મ જયંતી નિમિત્તે રાહુલ ગાંધીની આગેવાનીમાં કોંગ્રેસે પદયાત્રા કાઢી હતી. પદયાત્રાને દિલ્હી કોંગ્રેસ કાર્યાલયથી રાજઘાટ લઈ જવામાં આવી હતી. કોંગ્રેસે ‘રઘુપતિ રાઘવ રાજા રામ’ ની ધૂન સાથે દેશભરમાં કૂચ કરી રહી છે.