ભાજપના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ અમર્ત્ય સેન પર સાધ્યું નિશાન. સુબ્રમણ્યમ સ્વામીએ અમર્ત્ય સેનને ગદ્દાર ગણાવ્યા. સ્વામીએ જણાવ્યુ કે આરએસએસના લોકો પણ ભારતના નાગરિક છે. તેમણે દેશ માટે ઘણાં કામ કર્યા છે. તેમ છતાં સંઘના લોકોને સન્માન આપવામાં આવતું નથી.
સ્વામીએ અમર્ત્ય સેનને ભારત રત્ન આપવા માટે પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને જવાબદાર ગણાવ્યા છે. સુબ્રમણ્યમ સ્વામીએ અારોપ લગાવ્યો છે કે સોનિયા ગાંધીએ અમર્ત્ય સેનને ભારત રત્ન આપવા દબાણ કર્યું હતું.
તમને જણાવી દઇએ કે અમર્ત્ય સેનને 1999માં ભારતના સર્વોચ્ચ સન્માનથી નવાઝવામાં આવ્યા હતા. તેમને આ સન્માન પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપયી સરકારના શાસન દરમ્યાન આપવામાં આવ્યો હતો.