ગાંધીનગરમાં 18 ડિસેમ્બરથી રાજકારણની જબરી ગંધ ફેલાયેલી હતી, અેટલે વિજય રૂપાણીને મળવાનું પણ સત્તરવાર સ્ટાર્ચ કરેલી ખાદીમાંથી અાવતી ગંધને કારણે અમે ગાંધીનગર જવાનું ટાળ્યું.
વર્ષના છેલ્લાં દિવસોમાં રૂપાણીને ફુલોની સુગંધ વચ્ચે ફ્લાવરશોમાં મળવાનું નક્કી કર્યું હમણાથી અડવાણીની જેમ બંડી પહેરીને નીકળતાં રૂપાણી સુધી અમે પહોંચ્યા ત્યારે એમના કમાન્ડોએ રોકવાનો પ્રયાસ કર્યો અમે તરતજ કહ્યું કે અમારી અટક પટેલ નથી તો તરતજ રૂપાણી સુધી પહોંચવા દીધા. નવા તાજા ફૂલો વચ્ચે ખીલેલા વિજય રૂપાણી નીતિન પટેલને બટકા હોવા છતાં કાપી નાંખ્યાના અાનંદમાં હતાં.
ફ્લાવરશોમાં ફૂલોની વચ્ચે ફરતાં ફરતાં અમારી વાતચીત શરૂ થઈ અમે નક્કી કર્યું કે સ્કુલમાં નાનાં બાળકોને પુછાય કે મોટા થઈને શું કરશો અેવા સવાલ નથી જ પુછવા અેટલેકે પાંચ વર્ષમાં શુ કરશો વગેરે વગેરે નહી પુછીએ કારણકે અા પ્રધાનમંડળમાં શિક્ષકકે અેમનાં ચેલાનું કોઈ માનતું નથી (શિક્ષક અેટલે અાનંદી બહેન ન સમજવું)
પ્રશ્ન- વિજયભાઈ તમે બેજાન દારૂવાલાને કેમ મળવા ગયા હતા?
વિજય રૂપાણી: ભાઈ વિકાસ માટે બેજાન થઈ ગયેલી મીનીસ્ટ્રીમાં જાન ફૂંકાય એટલે બેજાન દારૂવાલાને મળવાં ગયો હતો.
પ્રશ્ન-પણ એ તો દારૂવાળા છે ?
વિજય રૂપાણી: અરે ભાઈ જુઓ અાનેજ વિકાસ કહેવાય નશાબંધીવાળા ગુજરાતમાં દારૂવાળા જ કમાય છે અેટલે બેજાન દારૂવાલાને મળવા ગયો હતો તમે પણ અશાંત ખયાલમાં રહ્યા કરો છો. જુઓ દારૂવાલા ગુજરાતમાં અાવ્યા છે કારણકે અહીં વિકાસ છે.
પ્રશ્ન-અેવું કહેવાય છે કે બેજાન દારૂવાલાએ તમને કહ્યું કે, પટેલોને નારાજ કરશો તો મુશ્કેલી થશે ?
વિજય રૂપાણી:ભાઈ અેવું કંઈ નથી પટેલોનો પણ વિકાસ થયો છે પટેલો ધોતીયામાંથી જીન્સ પર અાવી ગયાં છે.હવે બાજરાને બદલે ફૂલો પકવીને કમાય છે. જૂઓ કેવાં સરસ ફૂલોની ખેતી છે ભાઈ અા મોંઘાભાવે વેચાય છે અને અેટલેજ વિકાસ થાય છે, તમે જુઓ વિકાસ હવે ફાર્મ ટુ ફેબ્રિક ટુ ફેશન નહી ફાર્મ ટુ ફૂલ થઈ ગયું છે અાને કહેવાય વિકાસ.
પ્રશ્ન-સાહેબ વાત સાચી પણ લોકો ફૂલનું ગુજરાતી ગાંડો કરે છે અેટલે મારો મિત્ર વિકાસ અમદાવાદ છોડીને ગામડે જતો રહ્યો હતો.
વિજય રૂપાણી: કોંગ્રેસી સવાલ છે, અંગ્રેજી ઇટાલીયન સંસ્કૃતિવાળા કોંગ્રેસીઓનું છે અેટલે ફૂલ અેટલે ગાંડો નહી ફૂલ અેટલે ફ્લાવર તમે બી ખયાલોમાં પણ અશાંત રહો છો.
પ્રશ્ન-પણ બધાએ વિકાસને ગાંડો કરી ગામડેથી કાઢી મુકવો?
વિજય રૂપાણી: ભાઈ કાઢી મુક્યો ન હતો એ શહેરોમાં પાછો અાવ્યો સૌરાષ્ટ્રના ગામડાથી સુરત ગયો ત્યાંથી વડોદરા રાજકોટને અમદાવાદ અાવ્યો અેટલે તો વિકાસનો વિજય થયો.
પ્રશ્ન- હા, વાત સાચી ગામડાંમાંથી વિકાસ પછી અાવ્યો અને શહેરોમાં ભાજપ જીત્યું એ વાત સાચી પણ પછી તમારી વિરૂદ્ધના લોકોને જૈન થઈ હિંસક રીતે હેરાન કરો છો?
વિજય રૂપાણી: અરે ભાઈ પાછા અશાંત ખયાલમાં અાવી ગયા? ચૂંટણીની અાચારસંહિતાના ભંગનો કેસ છે સરકાર અાવો કેસ ન કરે ચૂંટણી કમીશન કરે હવે કૂવામાંના દેડકાને દુનિયા નાની દેખાય તો હું શું કરૂ? તમે હવે અશાંત ખયાલ છોડી શાંત થવા માંડો જૈન જોડે ઉભા છો.
અેટલીવારમાં અેમનો પી.એ.નાથ ફોન લઈને અાવ્યા રૂપાણીના રૂપાળા ચહેરા પર ખીલેલા ફૂલ ધીમેધીમે કરમાતાં ગયા. ખૂણામાં સંતાઈને વાત કરી સીધા ચાલતાં થયા અમને જોઈને કહ્યું હાલો મારી હારે.
અમે પણ ગાડીમાં ગોઠવાયા ગાડી ચાલતી હતી વિજય રૂપાણી ચૂપ હતા એટલીવારમાં ગાંધીનગર જતાં રસ્તામાં ગાંઢીયાનો સ્ટોલ અાવ્યો તરતજ અમને કહ્યું કે જુઓ અા વિકાસ રાજકોટના જોકર ગાંઠીયાનો સ્ટોલ અમે કહ્યું હા સાચીવાત ત્યાં રૂપાણીના ઘરે પહોંચ્યા અેમણે તરત કહ્યું ભાઈને રાજકોટનો રસાકભાઈનો ચેવડો અને જયશીયારામના પેંડા અાપો અમે રાજકોટમાં અામની સાથે બહુ ખાધા છે કાં?…
અમે કહ્યું હા ત્યાં નાસ્તાની પ્લેટ અાવી વિજય રૂપાણીએ કહ્યું કે અાવું ત્યા તો ભજનનો અવાજ અાવવા લાગ્યો અેમના પી.એ.એ મને રૂપાણીની ભજન મંડળીનો વીડિયો અાવ્યો.
પ્રધાનોની નારાજગી પછી સફેદકપડામાં લાલ ખુરશીમાં બેઠેલા રૂપાણી ભગવાનેં પ્રાર્થના કરતાં વીડિયોને હું જોઉં અે પહેલા અેલાર્મ વાગ્યું ઘડિયાળમાં સાત વાગ્યા હતા દિવ્હીથી અાઠ વાગ્યે અાવતી ફ્લાઈટમાં મહેમાનોને લેવા જવાનું હતું અેટલે અશાંત ખયાલોમાં રાચતો હું એરપોર્ટ નીકળી ગયો પણ વીડિયો અાપના માટે અહીં મુકુ છપં તમે કદાસ અેને જાગતા જોશો સપનાંમાં નહી.
રૂપાણીનો કાલ્પનીક ઈન્ટરવ્યુ