ગુજરાતમાં આ વર્ષેને ખૂબ જ મત્હવપૂર્ણ મનાવમાં આવી રહ્યુ છેં આ વર્ષે ગુજરાત વિધાનસભા ચૂંટણીનું વર્ષે તરીકે ઓળખવામાં આવી રહ્યુ છે ચૂંટણી પહેલા રાજ્યમાં રણશિંગુ ફૂકાઇ ચુક્યો હોય તેવી રીતે તમામ રાજ્કીય પાર્ટીઓ ચૂંટણીને લઇ કમરકસી લીધી છે આ વખતે ગુજરાતમાં ચૂંટણી ખૂબ જ રસપ્રદ અને રોમાંચક બનવા જઇ રહી છે તેવુ રાજ્કીય વિશ્લેષકો પણ માની રહ્યા છે વિરોધપક્ષમાં રહેલી કોંગ્રેસ તો ઠીક પણ સત્તાપક્ષ ભાજપને સત્તા ટકાવી રાખવા ઘણુ સંઘર્ષ કરવુ પડશે તેવુ સ્પષ્ટ લાગી રહ્યુ છે ગુજરાતમાં 2022 વિધાનસભાની ચૂંટણીમાં ત્રિપાંખિયા જંગ ખેલશો નિષ્ણાતો અનુસાર કહેવાય છે ગુજરાતના રાજ્કીય ઇતિહાસમાં ત્રીજો પક્ષ સફળ થયો નથી પરંતુ જે પ્રકારે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ખૂબ ઓછા સમયમાં આમ આદમી પાર્ટીએ જે સુરતમાં દમ દેખાડ્યો છે તેને લઇ આમ આદમી પાર્ટીના આત્મવિશ્વાસમાં પણ વધારો નોંધાયો છે સ્વાભાવિક છે પાંચ રાજ્યની વિધાનસભાની ચૂંટણીમાં 4 રાજ્યમાં ભાજપનો ભગવો લહેરાયો હતો.
ત્યાર બાદ વડાપ્રધાન નરેન્દ્રમોદી ચૂંટણીનાપરિણામના બીજી દિવસે ગુજરાતની મુલાકાત લીધી હતી તેના લઇ વડાપ્રધાનની મુલાકાત ખૂબ જ સૂચક અને ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણી લઇ ખાસ પ્રકારની રણનિતી ઘડવામાં આવી હતી PM મોદીએ સાંસદ સભ્યો ધારાસભ્યો સાથે કમલમ ખાતે બેઠકો કરી ચૂંટણીની તૈયારીઓમા લાગી જવાનું આહવાન કર્યુ હતુ તો બીજી તરફ ગુજરાતમાં કોંગ્રેસની દયનીય સ્થિતિને લઇ કોંગ્રેસના સાંસદ રાહુલાગાંધીએ દ્ધારાકા ખાતે ચિંતન શિબિર યોજી હતી અને તમામ નેતાઓ કાર્યકર્તાઓ સાથે ચિંતનશિબિરમાં કોંગ્રેસને કેવી રીતે વિધાનસભાની ચૂંટણી લડવી તે અંગે હોમર્વક આપવામાં આવ્યુ હતુ તો બીજી દિલ્હબી બાદ પંજાબમાં પ્રચંડ જીત બાદ આપનું ગુજરાત તરફ ડોળો છે તેના લઇ થોડાક દિવસ આગાઉ દિલ્હીના મુખ્યમંત્રી અને આપના સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંતમાને અમદાવાદની મુલાકાત લીધી હતી ત્યા પૂર્વ અમદાવાદમાં પ્રચાર પ્રસારના ભાગરૂપે એક ભવ્ય રોડ શો યોજી જનસભા સંબોધી હતી બીજા દિવસે પાર્ટીના હોદ્દેદારો નેતાઓ અને કાર્યકારો સાથે બેઠક કરી હતી આપ વિધાનસભાની રણનિતિ અમદાવાદથી ઘડશે તેવી વાત પણ જોવા મળી હતી.
આગામી 15 દિવસમાં ત્રણ પાર્ટીના દિગ્ગજો નેતાઓ ગુજરાત આવશે જેમાં વડાપ્રધાન નરેન્ર્દ્ર મોદી 18 એપ્રિલે ગુજરાતન પ્રવાસે આવશે જેમાં જુદા-જુદા કાર્યક્રમો હાજરી આપશે ગુજરાતમાં વિવિધ વિકાસના કાર્યોનુ કરશે લોકાર્પણ જેમાં 22 હજાર કરોડની ભેટ ગુજરાતીઓને આપશે ચૂંટણીનું રણશિંગુ ફૂંકશે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલા નેમ 150 પ્લસ બેઠકોને બળ આપશે તો બીજા તરફ ગુજરાતના સ્થાપના દિવસે કોંગ્રેસ સાંસદ રાહુલગાંધી આવશે ગુજરાત દહોદા ખાતે આદિવાસી અધિકાર સંમેલનને કરશે સંબોધન અને ચૂંટણીના રણશિંગુ ફૂકાશે.
થોડાક દિવસ આગાઉ ગુજરાતની મુલાકાત કરી ચૂકેલા આપ સંયોજક અરવિંદ કેજરીવાલ ફરીથી એપ્રિલના અંતમાં આવશે ગુજરાતમાં ચૂંટણીના રણશિંગુ ફૂંકશે એટલે તમામ પક્ષો દ્ધારા ચૂંટણની તૈયારીઓ પૂરજોશમાં શરૂ કરી દેવામાં આવી છે નોંધનીય છે કે PM મોદી ઉત્તરપ્રદેશની ચૂંટણી દરમિયાન 2 મહિનામાં 11 વખત યુપીની મુલાકાત લીધી અન જુદા-જુદા વિકાસના કાર્યોની ભેટ આપી હતી