ભારતીય જનતા પાર્ટી (BJP)એ રાજસ્થાનના ઉદયપુરમાં દરજી કન્હૈયાલાલની હત્યાને આતંકવાદી હુમલો ગણાવ્યો છે અને સીએમ અશોક ગેહલોતને નૈતિક ધોરણે રાજીનામું આપવા કહ્યું છે. ભાજપે આરોપ લગાવ્યો કે રાજસ્થાનના ઉદયપુરમાં બે વ્યક્તિઓ દ્વારા દરજીનું કથિત ગળું કાપવાની ઘટના સામાન્ય હત્યા નથી, પરંતુ આતંકવાદી હુમલો હતો.
ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા અને સાંસદ રાજ્યવર્ધન સિંહ રાઠોડે એવો પણ આક્ષેપ કર્યો હતો કે રાજસ્થાન ઉગ્રવાદીઓનું કેન્દ્ર બની રહ્યું છે અને રાજ્યની જમીનનો ઉપયોગ આતંકવાદી સંગઠનોને દેશની બહાર પ્રોત્સાહન આપવા માટે કરવામાં આવી રહ્યો છે.
જણાવવામાં આવી રહ્યું છે કે ઉદયપુરના ધનમંડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં બે લોકોએ કથિત રીતે કન્હૈયાલાલ નામના દરજીનું ગળું કાપીને હત્યા કરી નાખી હતી. હત્યારાઓએ હત્યાનો વીડિયો પણ બનાવ્યો હતો અને સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કરીને કહ્યું હતું કે તેણે ‘ઈસ્લામના અપમાન’નો બદલો લેવા માટે આ કર્યું હતું.
રાજ્યવર્ધન સિંહ રાઠોડે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત પર પણ નિશાન સાધતા કહ્યું કે નૈતિકતાની માંગ છે કે તેઓ રાજ્યમાં સતત બની રહેલી આવી ઘટનાઓની જવાબદારી લે અને પદ છોડે. તેમણે કહ્યું કે, ‘જો તેઓ દરેક બાબત માટે વડાપ્રધાનને જવાબદાર કહે છે તો તેઓ ખુરશી કેમ છોડતા નથી?’
રાજ્યવર્ધન સિંહ રાઠોડે કહ્યું, ‘રાજસ્થાનના મુખ્યમંત્રી આ ઘટનાને હત્યાકાંડ કહે છે. જ્યારે કોઈ વ્યક્તિ હત્યાનો વીડિયો બનાવીને વાયરલ કરે છે. સામાન્ય વિવાદમાં આવું થતું નથી. આ કોઈ હત્યાકાંડ નથી, આ જાહેર આતંકવાદી હુમલો છે. સમગ્ર સમાજને આતંકિત કરવા માટે આવી કાર્યવાહી કરવામાં આવી છે.