સાંસદના ચોમાસુ સત્રના પહેલા દિવસે કેન્દ્ર સરકાર દ્વારા દેવામાં આવેલો એક જવાબ સમાચારોમાં આવ્યો છે. લોકડાઉનમાં કેટલાક મજૂરોના મોત થયા આ સવાલ ઉપર સરકારે કહ્યું હતું કે, તેની પાસે આંકડા નથી. હવે આ મામલે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મોદી સરકારને ઘેરી રહી છે. રાહુલ ગાંધીએ કહ્યું કે મોદી સરકાર નથી જાણતી કે લોકડાઉનમાં કેટલા પ્રવાસી મજૂરોના મોત થયા હતા અને કેટલી નોકરીઓ ગઈ.
ટ્વિટ કરીને સરકાર ઉપર સાધ્યું નિશાન
રાહુલ ગાંધીએ પોતાના ટ્વિટમાં શાયરીનો સહારો લીધો અને સરકારને ઘેરી. કોંગ્રેસ નેતાએ લખ્યું કે, તુમને ના ગીના તો ક્યાં મોત ના હુઈ ? હા મગર દુખ હૈ સરકાર પે અસર ના હુઈ, ઉનકા મરના દેખા જમાનેને, એક મોદી સરકાર હૈ જીસે ખબર ના હુઈ. મોદી સરકાર નથી જાણતી કે લોકડાઉનમાં કેટલા પ્રવાસી મજૂરોના મોત થયા અને કેટલી નોકરીઓ ગઈ.
લોકડાઉનમાં પ્રવાસી મજૂરો થયા હતા પ્રભાવિત
કોરોના વાયરસ સંકટ બાદ જ્યારે દેશમાં લોકડાઉન લાગ્યું હતું ત્યારે પ્રવાસી મજૂરો પ્રભાવિત થયા હતા. લાખોની સંખ્યામાં પ્રવાસી મજૂરો રસ્તા ઉપર ઉતર્યા હતા. આ દરમયાન ઘણાના મોતના સમાચાર સામે આવ્યાં હતાં. આ મુદ્દે સોમવારે સંસદમાં સવાલ પૂછવામાં આવ્યો હતો કે, લોકડાઉન દરમયાન હજારો મજૂરોની મોત થઈ છે. શું સરકારની પાસે અધિકારીક આંકડા છે. તેના ઉપર સરકાર તરફથી જવાબ દેવામાં આવ્યો હતો કે, તેની પાસે એવો કોઈ આંકડો નથી. સરકાર તરફથી જવાબ દેવાયો કે, લોકડાઉનમાં આશરે 80 કરોડ લોકોને વધારે રાશન દેવામાં આવ્યું હતું. આ પ્રક્રિયા નવેમ્બર સુધી ચાલુ રહેશે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આ દિવસોમાં ભારતની બહાર છે. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી પોતાના મેડીકલ ચેકઅપ કરાવવા માટે વિદેશમાં છે. જ્યાં રાહુલ ગાંધી તેની સાથે છે. જો કે, રાહુલ સોશયલ મીડિયાના માધ્યમથી સતત સરકારને ઘેરી રહ્યાં છે.