ભરત પટેલ નો વિરોધ ચરમસીમા એ પોહચ્યો વલસાડ થી રૂટિન ધારાસભ્ય ની ટીકીટ કપાય તો એ વાત ની નવાઈ નહીં એવી અનેક ચર્ચા શહેર ના લોકો માં ઉઠી છે …
વલસાડ માં ભારતીય જનતા પાર્ટી માં પણ અંદર અંદર નો વિરોધ એ રૂટિન ધારાસભ્ય ભરત પટેલ ની ટીકીટ ખાઈ જાય એ વાત ની નવાઈ નહીં જી હા આ વાત અમે નથી કહી રહ્યા વલસાડ શહેર ના લોકો કહી રહ્યા છે શહેર માં ધારાસભ્ય ની ટીકીટ માટે ની અનેક ચર્ચા ઓ ચાલી રહી છે ત્યારે આ ચર્ચા ના દોર વચ્ચે ક્યાંક પોતાની ટીકીટ ખરેખર કપાઈ ના જાય તે માટે ભરત પટેલ એ ગાંધીનગર ના ચક્કર કાપવાનું શરૂ કરી દીધું છે
વલસાડ તો ઓછા પરંતુ હવે ભરત પટેલ ટીકીટ નક્કી ના થાય ત્યાં સુધી વલસાડ થી ગાંધીનગર ફરતા જ રહેશે અને ઉચ્ચ નેતા ઓ સામે પોતે કરેલા વિકાસ ની ગાથા ગાતા રહેશે વલસાડ શહેર માં આ ચર્ચા જોર સોર થી ચાલી રહી છે ત્યારે એક સમયે ભરત પટેલ ની હવા ચાલી રહી હતી તે અચાનક ક્યાંક બદલાઈ ગઇ છે એટલે કે તેમની સાથે તેમનાજ સમાજ ના કેટલાક દાવેદારો એ ટીકીટ ની માંગણી કરી છે એટલે એ વાત તો સાફ દેખાય છે કે વિકાસ ના નામે પોતાની વાહ વાહી કરનાર ધારાસભ્ય ભરત પટેલ ની ટીકીટ કપાઈ જશે એવું ચિત્ર સ્પષ્ટ દેખાઈ રહ્યું છે ભરત પટેલ માટે તાલુકા માં જે રીતે વિરોધ ચાલી રહ્યો છે એ ને ધ્યાન માં રાખી ને ભારતીય જનતા પાર્ટી વલસાડ તાલુકા ની ધારાસભ્ય ની ટીકીટ નવા ચેહરા ને આપી દે તો એ વાત ની નવાઈ નહીં પરંતુ હવે જોવાનું એ રહ્યું કે જનતા નો વિરોધ કામ કરશે પાર્ટી નો અંદર અંદર નો કકળાટ કામ કરશે કે પછી વિકાસ ની ડાયરી કામ કરશે એતો હવે આવનારો સમય જ બતાવશે…