કોરોનાવાયરસ ને કારણે વૈશ્વિક અર્થવ્યવસ્થા ની સાથે સાથે ભારત ની અર્થવ્યવસ્થા પણ પાટા પરથી ઉતરી ગઈ છે.આર્થિક પ્રવૃત્તિઓને વેગ આપવા માટે સરકાર ‘જાન ભી જહાન ભી’ નીતિ પર કામ કરી રહી છે. નોબેલ પુરસ્કાર વિજેતા અર્થશાસ્ત્રી અભિજિત બેનર્જી સાથે રાહુલ ગાંધીની વાતચીતમાં બેનર્જી એ સૌથી વધુ ભાર આ ચીજ પર આપ્યો હતો કે સરકાર લોકોના હાથમાં પૈસા આપે.
બેનર્જી માને છે કે લોકોની ખરીદ શક્તિ રહેવી જોઈએ અને તેમણે એ પણ જાળવવું જોઈએ કે જ્યારે લોકડાઉન ખુલશે ત્યારે તેમના હાથમાં પૈસા હશે તેથી કેન્દ્ર સરકારે શક્ય તેટલા લોકોને પૈસા આપવા જોઈએ. લોકોના હાથમાં પૈસા આપવા ઉપરાંત બેનર્જી એ હંગામી રેશનકાર્ડ બનાવવાનું સૂચન પણ કર્યું છે. તેમણે જણાવ્યું હતું કે ગરીબ અને જરૂરિયાતમંદો માટે અનાજની પૂરતી પ્રાપ્તિ થાય તે માટે કોઈ ઓળખ કર્યા વિના હંગામી રેશનકાર્ડની વ્યવસ્થા કરવી જોઈએ.