ગોવાના પૂર્વ સીએમ સ્વર્ગસ્થ મનોહર પર્રિકરના પુત્ર ઉત્પલ પર્રિકરે પણજી વિધાનસભા બેઠક પર ઉમેદવારી માટે ફોર્મ ભર્યું.ઉત્પલ પણજીથી અપક્ષ ઉમેદવાર તરીકે તેઓ ચૂંટણી લડી રહ્યા છે.તેમના કાગળો ફાઇલ કરતા પહેલા ગુરુવારે પણજીના મહાલક્ષ્મી મંદિરમાં તેમને પ્રાર્થના કરી હતી.આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે ‘હું અહીં ભગવાનના આશીર્વાદ લેવા માટે આવ્યો છું મને શ્રદ્ધા અને વિશ્વાસ છે કે પણજીના લોકો મને તેમના આશીર્વાદ આપશે. મારા પિતાએ અહીં જે રીતે કામકાજ કર્યું છે તેવું જ મારે અહીંના લોકો માટે કામકાજ કરવું છે.
પણજીના લોકો અહીંના ઉજ્જવળ ભવિષ્ય માટે પોતાનો મત આપશે.નોંધનીય છે કે ઉત્પલ પર્રિકરે પણજીથી ટિકિટ ના મળતાં તેઓ ભાજપમાંથી રાજીનામું આપી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડવાની જાહેરાત તેમને કરી હતી. ભાજપે ઉત્પલ પર્રિકરના બળવાખોર વલણને જોઈને તેમને મનાવવાનો પૂરો પ્રયાસ કર્યો.ભાજપના મહામંત્રી સી.ટી. રવિએ તેના નિર્ણય પર પુનર્વિચાર કરી તેના પિતાનું સ્વપ્ન પૂર્ણ કરવા વિનંતીકરી.રવિએ વધુ વિગતમાં કહ્યું કે તેઓ માત્ર ભાજપ જ લોકોને સ્થિર સરકાર આપી શકે.
બીજેપી વતી ઉત્પલ પર્રિકરને બે સીટો પરથી ચૂંટણી લડવાની ઓફર કરી હતી.પ્રમોદ સાવંત રાજ્યના મુખ્યપ્રધાનએ જણાવ્યું હતું કે તેમણે ઉત્પલને થોડા દિવસ અગાઉ ગોવા વિધાનસભા ચૂંટણીમાં લડવા બે મતવિસ્તારોની ઓફર કરી.આપને જણાવી દઈએ કે ગોવામાં 14 ફેબ્રુઆરીએ મતદાન થવાનું તે 10 માર્ચે મતગણતરી થશે.