મૂડી ખર્ચને પ્રોત્સાહિત કરવા માટે, નાણા મંત્રાલયે કોવિડ-19 ની અસરને ધ્યાન માં લઇ ને આર્થિક પ્રવૃત્તિમાં મંદીના વેગ ને ચોથા ક્વાર્ટરમાં ખર્ચના નિયમો હળવા કર્યા છે. હાલની માર્ગદર્શિકા મુજબ, મંત્રાલયો અને વિભાગોએ નાણાકીય વર્ષના છેલ્લા મહિના અને છેલ્લા ત્રિમાસિક ગાળામાં અનુક્રમે અંદાજપત્રના અંદાજ (BE)ના 33% અને 15% ખર્ચ કરવા પડશે
નાણા મંત્રાલયના આર્થિક બાબતોના વિભાગ દ્વારા જારી કરાયેલ ઓફિસ મેમોરેન્ડમમાં કહેવામાં આવ્યું છે કે BE ના 33 % ખર્ચ કરવાની ઉપલી મર્યાદાને થોડા સમય માટે હળવી કરવામાં આવી છે. દરમિયાન, દિલ્હીના નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયાએ કહ્યું છે કે રાજ્ય સરકાર કોરોનાવાયરસ રોગચાળા વચ્ચે અર્થતંત્ર અને રોજગારને વેગ આપવા માટે વિવિધ અભ્યાસ કરી રહી છે. દિલ્હીના નાણાં પ્રધાન સિસોદિયાએ બેઠક દરમિયાન દિલ્હી બજેટ 2022-23ની તૈયારીની સમીક્ષા કરી અને કહ્યું કે બજેટ તમામ રહેવાસીઓની જરૂરિયાતોને પૂર્ણ કરશે. તેમણે કહ્યું કે નાણાકીય વર્ષ 2022-23 માટે દિલ્હીનું બજેટ અર્થવ્યવસ્થાને પાટા પર લાવશે અને આર્થિક વૃદ્ધિને વેગ આપશે.