જેડીયુની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક દિલ્હીના કોન્સ્ટિટ્યુશન ક્લબમાં યોજાઈ હતી. દિલ્હીમાં લગાવવામાં આવેલા મુખ્યમંત્રી નીતિશ કુમારના હોર્ડિંગ્સે મીડિયાનું ધ્યાન ખેંચ્યું હતું. આ હોર્ડિંગ્સમાં નીતીશના ફોટા સાથે લખવામાં આવ્યું છે કે, ‘રાજ્યએ ઓળખી લીધી, હવે દેશ પણ ઓળખશે.’ પાર્ટીના તમામ સાંસદો અને ધારાસભ્યો વિપક્ષ તરફથી નીતીશ વડાપ્રધાન પદની રેસમાં હોવાના સંકેત આપી રહ્યા છે. બીજેપીથી અલગ થયા બાદ નીતિશ કુમાર પોતે ઘણી વખત કહી ચૂક્યા છે કે તેઓ 2024 માટે સમગ્ર વિપક્ષને એક કરશે.
