BJP ભાજપે રાજ્યસભા ચૂંટણી માટે તેની બીજી યાદી જાહેર કરી છે. મધ્યપ્રદેશમાંથી કેન્દ્રીય મંત્રી એલ મુરુગન અને ઓડિશામાંથી કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવને ટિકિટ મળી છે.
ભાજપે રાજ્યસભા ચૂંટણી માટે તેની બીજી યાદી જાહેર કરી છે. મધ્યપ્રદેશમાંથી કેન્દ્રીય મંત્રી એલ મુરુગન અને ઓડિશામાંથી કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવને ટિકિટ મળી છે. બીજેપીના રાષ્ટ્રીય મહાસચિવ અરુણ સિંહ દ્વારા જાહેર કરવામાં આવેલી યાદી અનુસાર મધ્યપ્રદેશ રાજ્યમાંથી ચાર ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. જ્યારે ઓડિશામાંથી એક ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવી છે.