ભાજપમાં જોડાવાની અટકળો વચ્ચે મધ્યપ્રદેશના પૂર્વ સીએમ અને કોંગ્રેસના નેતા કમલનાથે મધ્યપ્રદેશના લોકોને એક સંદેશ જારી કર્યો છે. કમલનાથે પોતાના એક્સ હેન્ડલ પર એક પોસ્ટ શેર કરી છે, જેમાં તેમણે રાહુલ ગાંધીના નામે જનતાને અપીલ કરી છે.
કમલનાથે પોતાની પોસ્ટમાં રાજ્યના લોકોને રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રામાં સામેલ થવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું કે રાહુલ ગાંધી દેશમાં થઈ રહેલા અન્યાય, અત્યાચાર અને શોષણ સામે રસ્તા પર ઉતરી આવ્યા છે અને હવે તેમને સમર્થન આપવાનો સમય આવી ગયો છે.
તમને જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા કોંગ્રેસ નેતા અને મધ્યપ્રદેશના પૂર્વ સીએમ કમલનાથના ભાજપમાં જોડાવાની અટકળો ચાલી રહી હતી. એવી શક્યતા હતી કે તેઓ તેમના પુત્ર નકુલનાથ અને કેટલાક ધારાસભ્યો સાથે ભાજપમાં જોડાઈ શકે છે. જોકે, બાદમાં તેમણે તેને અફવા ગણાવીને ફગાવી દીધી હતી અને કહ્યું હતું કે તેઓ હંમેશા કોંગ્રેસના સભ્ય જ રહેશે.