સંસદમાં મહિલા આરક્ષણ બિલ (નારી શક્તિ વંદન બિલ) પસાર થવાની ખુશી વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે બીજેપી હેડક્વાર્ટર પહોંચ્યા. જ્યારે મહિલા કાર્યકરોએ મંચ પર પીએમ મોદીનું અભિવાદન કર્યું, ત્યારે તેમણે મહિલા કાર્યકરોને નમાવીને સન્માન કર્યું. એક વીડિયોમાં વડાપ્રધાનને હાથ જોડીને નમન કરતા જોઈ શકાય છે. આ દરમિયાન મહિલા કાર્યકરોએ હાર પહેરાવીને તેમનું સ્વાગત કર્યું હતું. આ દરમિયાન પીએમ મોદીએ એક મહિલાને પગ સ્પર્શ કરતા પણ રોક્યા હતા. બીજેપી હેડક્વાર્ટર ખાતે મહિલા કાર્યકરો નાચતી અને રંગો સાથે રમતી જોવા મળી હતી.
પીએમ મોદીએ કહ્યું કે, “હું આજે દેશની તમામ મહિલાઓને અભિનંદન આપું છું. ગઈકાલે અને તેના આગલા દિવસે અમે એક નવો ઈતિહાસ રચતો જોયો. આ અમારું સૌભાગ્ય છે કે કરોડો લોકોએ અમને તે ઈતિહાસ રચવાની તક આપી.” તેમણે કહ્યું કે, કેટલાક નિર્ણયો દેશનું ભાગ્ય બદલવાની શક્તિ ધરાવે છે.
પીએમ મોદીએ બાદમાં આ કાર્યક્રમની તસવીરો પણ શેર કરી હતી. તેમણે લખ્યું છે કે તેઓએ સમર્થન આપ્યું છે. નારી શક્તિ વંદન અધિનિયમ પસાર થવાથી, ભારત એક ઉજ્જવળ, વધુ સમાવિષ્ટ ભવિષ્યની ટોચ પર ઉભું છે અને અમારી નારી શક્તિ આ પરિવર્તનના કેન્દ્રમાં છે.”
Had the honor of meeting our dynamic women MPs who are absolutely thrilled at the passage of the Nari Shakti Vandan Adhiniyam.
It is gladdening to see the torchbearers of change come together to celebrate the very legislation they have championed.
With the passage of the Nari… pic.twitter.com/et8bukQ6Nj
— Narendra Modi (@narendramodi) September 21, 2023
તેમણે કહ્યું કે લગભગ ત્રણ દાયકાથી લોકસભા અને રાજ્ય વિધાનસભાઓમાં મહિલા આરક્ષણની વાત થઈ રહી છે. તેમણે કહ્યું કે અગાઉના પ્રયાસોમાં પ્રતિબદ્ધતાનો અભાવ હતો અને મહિલાઓનું પણ અપમાન થયું હતું.
લગભગ ત્રણ દાયકાના અવરોધો બાદ ઈતિહાસ રચતા ઐતિહાસિક બિલને ગઈકાલે રાજ્યસભામાંથી મંજૂરી મળી ગઈ છે.
તેના અમલ બાદ લોકસભામાં મહિલા સભ્યોની સંખ્યા 82 થી વધીને 181 થઈ જશે. આ ઉપરાંત રાજ્યની વિધાનસભાઓમાં પણ 33 ટકા બેઠકો મહિલાઓ માટે અનામત રાખવામાં આવશે.