પોરબંદર: ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી સમયાંતરે ભૂકંપના આંચકા આવી રહ્યા છે. પોરબંદરમાં 8 ઓક્ટોબરના રોજ ભૂકંપનો આંચકો આવ્યો હતો, ત્યારે હવે ફરી એક વખત 9 ઓક્ટોબરે પોરબંદરમાં ભૂકંપનો આંચકો અનુભવાતા સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો છે.
મળતી માહિતી મુજબ, પોરબંદરમાં 9 ઓક્ટોબર સાંજના 6:38 કલાકે ભૂકંપનો આંચકો આવતા લોકો ઘરની બહાર દોડી ગયા હતા. રેકટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.2ની નોંધાઈ છે. ભૂકંપનું એપી સેન્ટર પોરબંદરથી 32 કિમી દૂર હતું.