Post Office હવે 2 લાખ જમા કરાવશો તો મળશે ₹92,849 વ્યાજ
અમદાવાદ, 16 જુલાઈ 2025
Post Office પોસ્ટ ઓફિસે તેના ટાઈમ ડિપોઝિટ (TD) યોજનાના વ્યાજ દરોમાં મહત્વપૂર્ણ ફેરફાર કર્યા છે. ખાસ કરીને 2 અને 3 વર્ષની TD યોજનાના વ્યાજમાં ઘટાડો અને 5 વર્ષના TD પર વ્યાજમાં વધારો કરવામાં આવ્યો છે. નવા દરો અનુસાર:
- 1 વર્ષનો TD: 6.9% (કોઈ ફેરફાર નહીં)
- 2 વર્ષનો TD: હવે 6.9% (પહેલાં 7%)
- 3 વર્ષનો TD: હવે 6.9% (પહેલાં 7.1%)
- 5 વર્ષનો TD: હવે 7.7% (પહેલાં 7.5%)
કેટલું વ્યાજ મળશે?
જો તમે પોસ્ટ ઓફિસની 5 વર્ષીય TD યોજનામાં ₹2 લાખ રોકાણ કરો છો, તો તમારું મૂડી + વ્યાજ મળીને પાકતી મુદત સુધીમાં ₹2,92,849 થઈ જશે. એટલે કે, તમારું વ્યાજ મળે છે ₹92,849.
TD યોજના, બેંક FD જેવી જ હોય છે જેમાં નિશ્ચિત સમયગાળા માટે વ્યાજ મળે છે. જો કે TD યોજનામાં તમામ રોકાણકારોને સમાન વ્યાજ દર મળે છે, જ્યારે કેટલીક બેંકો વરિષ્ઠ નાગરિકોને વધુ વ્યાજ આપે છે.
TD યોજનાની ખાસિયતો:
- પાકી મુદત પહેલા નિકાળવા પર દંડ લાગુ પડે છે
- દર મહિને વ્યાજ મેળવવાની સુવિધા પણ ઉપલબ્ધ છે
- 5 વર્ષના TD પર કર માફી (ટેક્સ બચત) પણ મળે છે – કલમ 80C હેઠળ