Premanand Maharaj કહ્યું: ‘ૐ નમઃ શિવાય’ મંત્રનો જાપ બધાએ કરવો યોગ્ય નથી — જાણો શા માટે

Roshani Thakkar
2 Min Read

Premanand Maharaj: ૐ નમઃ શિવાય’ જાપ કેમ દરેક માટે નથી? 

હાલમાં એક ભક્તના પ્રશ્ન પર મહારાજજીએ ‘ૐ નમઃ શિવાય’ મંત્ર દરેકને કેમ જપવો ન જોઈએ તે સમજાવ્યું છે, જે દરેક જણને જાણવું ખૂબ જરૂરી છે. તો વિલંબ કર્યા વગર જાણીએ…

પ્રેમાનંદ મહારાજ આજે લાખો લોકો માટે પ્રેરણાનો સ્ત્રોત બની ગયા છે. તેમના સત્સંગમાં દરેક ઉંમરના લોકો જોડાય છે, જ્યાં તેઓ માત્ર કથા સાંભળતા નથી પરંતુ પ્રશ્નો પણ પુછે છે. આ પ્રશ્નોની વિડિયોઝ મહારાજ પોતાની ઓફિશિયલ ચેનલ પર નિયમિત રીતે શેર કરે છે. તાજેતરમાં એક ભક્તના પ્રશ્ન પર મહારાજજીએ ‘ૐ નમઃ શિવાય’ મંત્ર દરેકને કેમ જપવો ન જોઈએ તે સમજાવ્યું છે, જે દરેક શિવભક્તે જાણી લેવું જ જરૂરી છે. તો વિલંબ કર્યા વગર જાણીએ…

premanand maharaj.3.jpg

‘ૐ નમઃ શિવાય’ની જગ્યાએ શું જપવું જોઈએ?

પ્રેમાનંદજી મહારાજના ઓફિશિયલ ચેનલ પર શેર થયેલા વીડિયો માં એક ભક્તે પુછ્યું કે કયો નામ વધારે પ્રિય છે? ભક્તે જવાબ આપ્યો કે ભગવાન શિવ. ત્યારે મહારાજે પૂછ્યું કે તમે કેમ તે નામ જપો છો? ભક્તે કહ્યુ ‘ૐ નમઃ શિવાય’. ત્યારે પ્રેમાનંદજી મહારાજે સમજાવ્યું કે આ મંત્ર દરેકને જપવો યોગ્ય નથી. આ ગુરુ મંત્ર છે, જે ફક્ત ગુરુ પાસેથી પ્રાપ્ત કર્યા પછી જ જપવો જોઈએ. આ વૈદિક મંત્ર છે અને હંમેશા ગુરુની પદ્ધતિથી જ જપવો જોઈએ, નહીંતર આના નકારાત્મક પ્રભાવ હોઈ શકે છે.

જો તમને શંકરજી પ્રિય હોય તો તમે સામાન્ય રીતે “સાંબ સદાશિવ” મંત્ર જપી શકો છો. આ મંત્ર તમે સૂતા, જાગતા, ઊઠતા-બેસતા કોઈ પણ સમયે જપવી શકો. આ મંત્ર જપવાથી ભગવાન શિવ અને માતા પાર્વતી બંનેની કૃપા રહે છે. આ ખૂબ જ ચમત્કારિક મંત્ર છે.

lord shiv.17.jpg

Share This Article