Rain Alert Gujarat: ત્રણ જિલ્લામાં ભારે વરસાદની આગાહી

Arati Parmar
2 Min Read

Rain Alert Gujarat: રાજ્યમાં ફરી વરસાદી માહોલ, કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહી

Rain Alert Gujarat: ગુજરાતમાં ફરી એકવાર વાદળછાયું વાતાવરણ છવાઈ ચૂક્યું છે. ખાસ કરીને અમદાવાદ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં આજે સવારે જ ધીમો ઝરમર વરસાદ શરૂ થયો છે. ત્યારે હવે હવામાન વિભાગે 20 જુલાઈ, રવિવારની બપોરથી સાંજ સુધીના સમયગાળા માટે તાકીદની આગાહી જાહેર કરી છે, જેમાં ખાસ કરીને ત્રણ જિલ્લાઓ માટે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.

રેડ એલર્ટ હેઠળના જિલ્લામાં ભારે વરસાદ અને તોફાની પવનની આગાહી

હવામાન વિભાગ મુજબ આજે બપોરના 4 વાગ્યાથી લઈને સાંજના 7 વાગ્યા સુધી કચ્છ, જામનગર અને રાજકોટ જિલ્લાઓમાં ભારે વરસાદ પડી શકે છે. સાથે જ મધ્યમ ગાજવીજ સાથે પવન 41 થી 61 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાઈ શકે છે. સ્થાનિક તંત્રોને સાવચેતીના પગલા લેવા સૂચના આપવામાં આવી છે.

Rain Alert Gujarat

ઓરેન્જ એલર્ટ હેઠળના જિલ્લાઓમાં મધ્યમ વરસાદની સંભાવના

સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, મોરબી, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. અહીં હળવાથી મધ્યમ વરસાદની આગાહી સાથે 40 કિમી પ્રતિ કલાક સુધીની પવનની ગતિ નોંધાઈ શકે છે.

18 જિલ્લામાં યેલો એલર્ટ, 5 જિલ્લાઓમાં પૂરતું શાંતિપૂર્ણ વાતાવરણ

રાજ્યના 18 જિલ્લાના મોટા ભાગમાં સામાન્ય હળવો વરસાદ પડી શકે છે, જેને લઈને યેલો એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે પાંચ જિલ્લાઓ એવા છે જ્યાં આજના દિવસે કોઈ ખાસ વરસાદની શક્યતા નોંધાઈ નથી.

Rain Alert Gujarat

આગામી દિવસોમાં પણ મેઘરાજાનું રાજ્યમાં જમાવટ

હવામાન વિભાગે જાહેર કરેલા વર્તમાન મેપ મુજબ 21થી 26 જુલાઈ દરમિયાન ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. કયાંક કયાંક ફરીથી ગાજવીજ સાથે ઝાપટાં પણ પડી શકે છે.

સાવચેતીની અપીલ:

સ્થાનિક વાસીઓને અનુરોધ છે કે તેઓ વરસાદી આગાહીને ધ્યાનમાં રાખીને ખુલ્લા સ્થાનો કે નીચાણવાળા વિસ્તારોમાં અવરજવર કરતા પહેલા સાવચેત રહે અને સ્થાનિક તંત્રો દ્વારા આપવામાં આવતા માર્ગદર્શનને અનુસરે.

Share This Article