રાજ્યના મહા નગરોમાં કોરોનાના કેસો સતત વધી રહયા છે ત્યારે રાજકોટમાં પણ કોરોનાના કેસો વધી રહયા છે જેમાં એક દિવસમાંજ 8 કેસ નોંધાતા તંત્ર દોડતું થઈ ગયુ છે છેલ્લા 9 દિવસમાં કેસની સંખ્યા આઠ ગણી વધી હોવાનું સામે આવ્યું છે.
છેલ્લા 9 દિવસમાં નોંધાયેલા 32 કેસમાંથી 50 ટકાથી વધુ ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવતા હોવાનું આરોગ્ય વિભાગની તપાસમાં બહાર આવ્યુ છે.
શુક્રવારે શહેરમાં કોરોનાના એકસાથે 8 નવા કેસ નોંધાયા હતા. જેમાં એક જ સોસાયટીમાં બે પોઝિટિવ દર્દીઓ મળ્યા છે સાથેજ રાજકોટમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 32 થઈ છે. જોકે મોટાભાગના દર્દીઓ હોમ આઈસોલેશનમાં રખાયા છે. મેહુલનગરમાં રહેતા 34 વર્ષના યુવાન અને 58 વર્ષના મહિલા સંક્રમિત થયા છે. આ બંને અગાઉ પોઝિટિવ આવેલા દર્દીના સંપર્કમાં આવ્યા હોવાથી ચેપ લાગ્યાનું નોંધાયું છે.
વેસ્ટ ઝોનમાં કેસની સંખ્યા વધારે
બીજી તરફ ગાંધીગ્રામ વિસ્તારના 45 વર્ષનો યુવાન જે તાજેતરમાં મથુરાથી આવ્યો હતો તેણે ટેસ્ટ કરાવતા રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. નવા કેસ સતત વધી રહ્યા છે તેની વચ્ચે એક દર્દીને ડિસ્ચાર્જ જાહેર કરાયા છે. રાજકોટમાં કેસમાં જે વધારો આવ્યો છે તેમાં દર વખતની જેમ વેસ્ટઝોનમાં જ પ્રમાણ વધારે રહે છે. શુક્રવારે જે 8 કેસ આવ્યા તેમાંથી 3 કેસ વોર્ડ નં.11 અને 8ના છે. આ સાથે કુલ એક્ટિવ કેસ 32 થયા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
આમ,વેકેશન માં ફરવા જવાથી કોરોનાના કેસો માં ઉછાળો આવ્યો હોવાનું સુરત બાદ રાજકોટમાં જણાયું છે ત્યારે આગામી દિવસોમાં સ્કૂલો ચાલુ થનાર હોય તમામને તકેદારી વર્તવા જણાવવામાં આવ્યુ છે.