રાજકોટમાં યુવા પેઢી ધીરેધીરે ડ્રગ્સના રવાડે ચડી ગઈ હોવાનું સામે આવી રહ્યું છે,પોલીસે છેલ્લા ત્રણ વર્ષમાં કરોડોની કિંમતના પકડેલા ગાંજો, ચરસ અને એમડી ડ્રગ્સ ની બાબત સૂચવે છે કે રાજકોટમાં ડ્રગ્સનું સેવન ચિંતાજનક રીતે વધી રહ્યું છે. એટીએસે ઓનલાઇન મગાવાતા ડ્રગના કારોબાર ને પકડ્યું ત્યારે રાજકોટમાં પણ 300થી વધુ ડ્રગ્સના બંધાણીઓની યાદી તૈયાર કરવામાં આવી હોવાની વાત વચ્ચે રાજકોટમાં ડ્રગ્સ પેડલરો પોતાનો કાળો કારોબાર ચલાવવા માટે શાળા કોલેજના વિદ્યાર્થીઓને ટાર્ગેટ બનાવતા હોવાનું કહેવાય છે.
રાજકોટમાં યુવાધન બર્થડે પાર્ટીમાં પણ ડ્રગ્સ લઈ રહયાની વાતો છે, શહેરના છેવાડાના વિસ્તારોમાં ડ્રગ્સની પાર્ટી થવા લાગી છે, પોલીસે અત્યાર સુધીમાં કેટલાક ડ્રગ્સ પેડલરને પકડ્યા પણ છે કેટલીક કોલેજોના વિદ્યાર્થીઓ ડ્રગ્સ સેવન કરતા હોવાનું કહેવાય છે, આ કોલેજોના વિદ્યાર્થીઓ કોલેજ નજીકના સ્થળોએ સમયાંતરે ડ્રગ્સ પાર્ટી કરતા હોવાની વાત તપાસનો વિષય બની છે.
આમ,અમદાવાદ, સુરત,વડોદરા બાદ રાજકોટમાં પણ ડ્રગ્સનો કાળો કારોબાર ચિંતાનો વિષય બન્યો છે.