રાજકોટમાં પાર્સલ ટાઇમર બોમ્બથી મોબાઇલ શોપમાં બ્લાસ્ટ થતા પોલીસ વિભાગમાં ભારે દોડધામ મચી ગઇ છે.
નવાઈની વાતતો એ છે કે શહેરના ગુંદાવાડી પોલીસચોકીની સામેજ આવેલી ગુજરાત મોબાઇલની નામની દુકાનમાં આ બ્લાસ્ટ કરવામાં આવ્યો હોવાની હકીકત સામે આવી છે જેથી કહી શકાય કે ગુનેગારોને પોલીસનો કોઈ ખૌફ રહ્યો નથી અને આવી ઘટનાને અંજામ અપાયો છે.
ગયા ગુરુવારે સાંજના સમયે એક અજાણી મહિલા આ મોબાઈલ શોપમાં આવી હતી અને મોબાઇલની એસેસરીઝ વિશે થોડી વાતચીત કર્યા બાદ પોતાની પાસે રહેલું પાર્સલ થોડીવાર માટે રાખવાનું કહી પોતે ખરીદી કરીને થોડી જ વારમાં પરત આવે છે એવી વાત દુકાનમાલિક સાથે કરી હતી અને પાર્સલ દુકાને મૂકી તે રવાના થઈ હતી જોકે,ઘણો સમય વીતવા છતાં મહિલા પરત નહી આવતા દુકાન બંધ કરવાનો સમય થતા દુકાનમાલિકે પાર્સલ સાચવીને દુકાનમાં રાખી દીધું હતુ અને રાત્રે આજ પાર્સલમાં રહેલો ટાઇમર બોમ્બ બાસ્ટ થયો હોવાની વિગતો સામે આવી છે.
રાજકોટ શહેરના ગુંદાવાડી વિસ્તારમાં આવેલી ગુજરાત મોબાઇલ એસેસરીઝની દુકાનમાં ગત 7 એપ્રિલને ગુરુવારે અજાણી મહિલા સાંજના સમયે પાર્સલ મૂકીને જતી રહી હતી અને લાંબા સમય સુધી લેવા આવી ન હતી. દુકાન બંધ પણ થઇ ગઈ અને પાર્સલમાંથી રાત્રિના સમયે અચાનક ધડાકા બાદ આગ ભભૂકી ઊઠી હતી. આગમાં મોબાઇલની એસેસરીઝ સળગીને ખાખ થઇ ગઇ હતી.
દરમિયાન પોલીસે કરેલી તપાસમાં પાર્સલ બોમ્બથી બ્લાસ્ટ થયાની હકીકત ખુલી હતી.
હવે પાર્સલ મૂકી જનાર મહિલા કોણ હતી? અને તેનો ઇરાદો શો હતો? એ મુદ્દે પોલીસે અલગ અલગ દિશામાં તપાસ કરી રહી છે.