રાજકોટમાં ધુળેટીની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે.
શહેરના રેસકોર્સ અને રિંગરોડ ખાતે ઉત્સાહ, ઉમંગ અને ઉલ્લાસ સાથે લોકો ધુળેટીની ઉજવણી કરી રહ્યા છે. શહેરના તમામ મુખ્ય રસ્તા પર લોકો કલર લઈને બહાર નીકળી ગયા છે અને અબીલ ગલાલની છોળો વચ્ચે ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે.
રાજકોટ શહેરમાં ઠેરઠેર સોસાયટીઓમાં ઉજવણી માટેના અયોજનો કરવામાં આવ્યા છે અને એકબીજાને રંગ નાખી ઉજવણી કરી રહયા છે સાથેજ રેઇન ડાન્સમાં પરિવારો જોડાયા છે ઉજવણી કરી રહયા છે, ઠેરઠેર ભારે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
યુવક અને યુવતીઓ સહિત બાળકો અને વડીલો પણ પોતાની રીતે પોતાના ગ્રૂપ બનાવી રંગોના પર્વની ઉજવણી કરી રહયા છે.