રાજકોટમાં રૂ.1500 કરોડના બોગસ બિલિંગ કૌભાંડનો મામલો સામે આવ્યો છે અને આ કૌભાંડમાં 1600 જેટલા વેપારીઓની સંડોવણી ખુલતા આ મામલો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે.
રાજકોટમાં GST વિભાગ દ્વારા રૂ. 1500 કરોડનું બોગસ બિલીંગ કૌભાંડ ઝડપી લઈ તપાસ શરૂ કરતા સબંધિત વર્તુળોમાં ભારે દોડદામ મચી છે. આ બોગસ બિલીંગ કૌભાંડ રાજકોટ ડિવીઝનમાંથી ઝડપી લેવામાં આવ્યુ છે.
વિગતો મુજબ રૂ. 10 લાખથી લઈને રૂ.3 કરોડ રૂપિયા સુધીના બિલો બનાવીને આ કૌંભાડ આચરવામાં આવ્યુ હોવાની માહિતી મળી રહી છે.
આ મસમોટા કૌભાંડમાં 1600 જેટલા વેપારીઓની સંડોવણી હોવાનું સામે આવ્યુ છે. તપાસમાં 50 જેટલી બોગસ પેઢીઓ મળી આવતા ભારે ચકચાર મચી છે.