રાજ્યમાં વરસાદની આગાહી વચ્ચે સુરત, વડોદરા, ભાવનગર,અમરેલી બાદ રાજકોટમાં પણ આજે સાંજે વરસાદી માહોલ જામ્યો છે.
રાજકોટમાં સાંજના અરસામાં ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો છે. રાજકોટમાં 150 ફૂટ રિંગ રોડ, રામાપીર ચોકડી, શીતલ પાર્ક, માધાપર ચોકડી, નાણાવટી ચોક, મોરબી રોડ, ગ્રીનલેન્ડ ચોકડી સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડતા રસ્તાઓ પર પાણી ભરાયા હતા.
રાજકોટ નજીક આવેલા લોધિકામાં પણ ધોધમાર વરસાદ પડ્યો હતો. લોધિકાના દેવળા ગામમાં ધોધમાર વરસાદથી ખેતરો પાણીથી તરબોળ બન્યા હતા અને નદી-નાળા છલકાયા હતા જ્યારે ગોંડલના વેકરી ગામે ધોધમાર વરસાદ ચાલુ હોવાના અહેવાલ છે
રાજકોટમાં બપોર બાદ 5 વાગ્યા પછી અચાનક વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો અને ભારે વરસાદ અને વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. આથી વાતાવરણમાં ઠંડક પ્રસરી જતા લોકોએ ગરમી માંથી રાહત મેળવી છે. ગોંડલના વેકરી ગામે ધોધમાર વરસાદ ચાલુ થયો છે.