રાજકોટ એરપોર્ટની સુરક્ષામાં મોટી ચૂક સામે આવી છે અને એરપોર્ટનો VIP ગેટ તોડી રીક્ષા છેક રન-વે પર પહોંચે તે પહેલા CISFએ રીક્ષા ચાલકને દબોચી લીધો છે.
આજે સાંજના ચાર વાગ્યા આસપાસ ઇન્ડિગોની બેંગ્લોર જતી ફ્લાઈટ ઉડાન ભરવાની તૈયારી હતી બરાબર તે વખતે જ GJ.03.BU.7403 નંબરની રિક્ષા લઈ ચાલક એરપોર્ટના વીઆઇપી ગેઇટ પાસે ધૂસ્યો હતો અને વીઆઇપી ગેટ તોડીને રિક્ષા સાથે રન-વે નજીક પહોંચવાનો પ્રયાસ કરતા સુરક્ષા કર્મીઓમાં ભારે દોડધામ મચી હતી અને સ્થાનિક પોલીસ સાથે રાજકોટ શહેર SOG પોલીસ, બોમ્બ સ્ક્વોર્ડ અને ડોગ સ્ક્વોર્ડ સહિતનો કાફલો એરપોર્ટ પહોંચી તપાસમાં જોડાયો હતો.
આ પ્રકારની ઘટના બનતા ફ્લાઈટમાં સવાર તમામ મુસાફરોને ઉતારી સુરક્ષા માટે ફ્લાઈટમાં ચકાસણી કરાઈ હતી પરિણામે ફ્લાઈટ તેના નિયત સમય કરતા મોડી પડી હતી.
પોલીસ તપાસમાં રીક્ષા ચાલકનું નામ દિપક જેઠવા હોવાનું જાણવા મળ્યું છે, ગાંધીગ્રામ પોલીસ તેની પુછપરછ કરી હતી ઝડપાયેલો શખસ દારૂના નશામાં હોવાનું જાણવા મળ્યું છે.
આ ઘટનાને પગલે ભારે દોડધામ મચી હતી.