રાજકોટ માં પોલીસ ને આજે બેવડી ડ્યુટી નો ભાર રહેશે જેમાં રાજકીય ભીડ માં ‘બંદોબસ્ત’ અને જનતા ભીડ કરે તો ‘પગલાં’ ભરાવા પોલીસ એક્શન માં આવી ગઈ છે.
રાજકોટ શહેરમાં કોરોનાના કેસ વધતા સરકારે રાત્રી કરફ્યુ નો કડક અમલ કરવા આદેશ કર્યો છેઅને થર્ટી ર્ફ્સ્ટની ઉજવણી માં ભીડ નહિ કરવા જણાવ્યું છે તો બીજી તરફ સીએમ પટેલ ની હાજરી માં રાજકોટમાં સરપંચોના સન્માન સહિતના કાર્યક્રમો ભરચક હોય પોલીસ રાજકીય ભીડ દરમ્યાન બંદોબસ્ત માં હાજર રહેવુ પડશે.
રાજકોટમાં સવારે એરપોર્ટ ખાતેથી રોડ શો યોજાવાનો હોય સવારથી જ પોલીસ કમિશનર, ડીસીપી સહિતના અધિકારીઓ તેમજ તમામ પોલીસ જવાનો ખડેપગે રહેશે અને ભીડ માં બંદોબસ્ત બજાવશે જ્યારે રાત્રીના થર્ટી ર્ફ્સ્ટ અંગે રાત્રી કરફ્યું હોય જનતા ની ભીડ ન થાય તે માટે કાયદા ની શસ્ત્ર ઉગામશે અને સવારથી રાત સુધી પોલીસ સતત વ્યસ્ત રહશે.
આમ એક તરફ રાજકીય ભીડ દરમ્યાન બંદોબસ્ત અને બીજી તરફ પબ્લિક ભીડ કરે તો કોરોના વકરવાની દહેશત ને લઈ કડક પગલાં ભરશે.