રાજ્યમાં હવામાન વિભાગની આગાહી મુજબ હમણાં માવઠાની શકયતા નથી અને ગરમીનો પારો ઊંચે જવાની વાત ખોટી પડી હતી અને સૌરાષ્ટ્રમાં વરસાદ પડ્યો હતો.
રાજ્યમાં હવામાનન વિભાગે કરેલી ગરમી પડવાની અગાહીની વિપરિત સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ થયો હતો.
ગતરોજની આગાહી દરમિયાન 24 કલાક તાપમાન યથાવત રહેવાની વાત કરવામાં આવી હતી અને ગરમીનો પારો સતત વધવાની આગાહી વચ્ચે
રાજકોટ જિલ્લાના જસદણમાં બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. જસદણ શહેરમાં કમોસમી વરસાદ પડ્યો હતો.તો અમરેલી જિલ્લાના સાવરકુંડલાના વીજપડી, મોદા, મઢડા, જુના સાવર, ઘાડલા સહિત ગામડામાં કમોસમી વરસાદ વરસ્યો હતો. રાજુલાના વાવેરા, દીપડા સહિત કેટલાક ગામડાઓમાં છૂટો છવાયો વરસાદ પડ્યો હતો.ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદના કારણે ગરમીના બદલે ઠંડક પ્રસરી હતી.
આમ,આગાહી ભયંકર ગરમી પડવાની થઈ અને માવઠું થઇ જતા ઠંડક પ્રસરી હતી.