આજકાલ સબંધો ની ગરિમા લજવાઈ રહી છે, ગોંડલમાં પરપ્રાંતીય પિતા વગરની માસૂમ બાળકી ઉપર સગા મોટા બાપુએ પાશવી બળાત્કાર ગુજારી પોતાના બાળકની માં બનાવી દીધી છે.
ગોંડલ સિવિલ હોસ્પિટલમાં ગરીબ 13 વર્ષની તરુણીએ બાળકીને જન્મ આપ્યો છે આ બાળક તેના સગામોટાબાપુએ મધ્યપ્રદેશના અલીરાજપુરમાં દુષ્કર્મ આચર્યું હોવાની વાત સામે આવી છે.
પોલીસે તરુણીની ફરિયાદ બાદ આરોપીને જેલહવાલે કરી દીધો હતો. વધુ તપાસ પોલીસ ચલાવી રહી છે.
પોતાના પિતાનું મૃત્યુ થતા મધ્ય પ્રદેશના અલીરાજપુરના કોહીવાવ સ્કૂલ ફળિયામાં દાદા-દાદી સાથે રહેતી આદિવાસી પરિવારની તેર વર્ષની બાળા પોતાના ઘર પાસે હાથમાં માત્ર રોટલી લઈ ઊભી હતી. ગરીબ પરિવારની આ બાળાને રોટલી સિવાય નસીબમાં અન્ય કોઈ અન્ન નહોતુું, આ વેળા બાજુમાં જ રહેતા તેના મોટાબાપુ રમેશ નાનજી મેડાએ તરુણીને દાળ-શાક ખવડાવવાની લાલચ આપી ઘરમાં બોલાવી હતી અને બાળાને એકલી જોઈ હવસ ભડકી ઉઠી હતી અને બાળકી કઈ સમજે તે પહેલા મોટાબાપુએ તેના કપડાં કાઢી નાખી તેના ઉપર દુષ્કર્મ ગુજાર્યુ હતુ બાળકી તેની ચુંગાલમાંથી છૂટવા તરફડતી રહી પણ ત્યાં કોઈ નહિ હોવાનો મોટાબાપુએ ફાયદો ઉઠાવતા દુષ્કર્મ બાદ તરુણી એટલી બધી ડઘાઇ ગઇ હતી કે કોઇને કશી વાત પણ કરી શકી ન હતી.
ઘટનાની દર્દનાક બાબત તો એ છે કે તરુણીના પિતાનું સાત વર્ષ પહેલાં અવસાન થયું છે અને માતાએ બીજા લગ્ન કર્યા છે. પિતાના અવસાન બાદ માતા પણ બીજું ઘર કરી ચાલી જતા અનાથ જેવી હાલતમાં તરુણી તેના ભાઈ, દાદા સાથે રહેતા હતા. સમય પસાર થતા તરુણી ગર્ભવતી હોવાની પરિવારને જાણ થતાં બાળકીને પૂછતાં તેણે સમગ્ર હકીકત જણાવતા આખી વાત બહાર આવી હતી.
બનાવ અંગે અલીરાજપુરના આઝાદનગર થાણામા પોલીસ ફરિયાદ થતાં પોલીસે દુષ્કર્મ આચરનાર મોટાબાપુ રમેશને ઝડપી લઇ જેલહવાલે કરાયો હતો.
તેર વર્ષીય બાળા માતા બનતા હાલ હડમતાળામાં ખેતમજૂરી કરતાં તેનાં કાકા-કાકી દેખભાળ કરી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.
આ ઘટનાએ ભારે ચકચાર જગાવી છે.