પાસ કન્વીનર હાર્દિક પટેલની કારનો અકસ્માત થયો છે. રાજકોટ-ચોટીલા હાઈવે પર હાર્દિક પટેલની કારે એક મોટરસાયકલને હડફેટે લેતા અકસ્માત સર્જાયો. આ ઘટના સમયે હાર્દિક કારમાં સવાર હતો. તેને તો કંઈ થયું નથી. પણ મોટરચાલક ગંભીર રીતે ઘવાયો છે. તેને રાજકોટની હોસ્પિટલમાં ખસેડાયો છે.
જોકે હાર્દિકની કારને સામાન્ય પણ નુકસાન થયું છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. પોલીસ તપાસ કરી રહી હતી ત્યારે હાર્દિકની પોલીસ સાથે પણ બોલાચાલી થઈ હતી