ટ્રાફિક ના કાયદા જયારથી લાગુ કરાયા છે ત્યારથીસરકાર નું આ પગલું લોકો માં ચર્ચાનો વિષય બની છે આવા સમયે રાજકોટ ના ખંઢેરી સ્ટેડિયમમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ટી-20 મેચ રમાનાર છે ત્યારે હેલ્મેટ નો વિવાદ અહીં પણ ભારે ચર્ચાસ્પદ બન્યો છે.
ટ્રાફિક ના આકરા કાયદા થી આમ જનતા ભારે પરેશાન છે અને લોકશાહી માં સરકાર દ્વારા એક તરફી લાદવામાં આવેલા ત્રણ ઘણા દંડ સામે લોકો માં નારાજગી જોવા મળી રહી છે ત્યારે હેલ્મેટ માટે ખાસ પોલીસ બંદોબસ્ત ફાળવવામાં આવતા લોકો કોમેન્ટ કરી રહ્યા છે.
ખંઢેરી ક્રિકેટ સ્ટેડીયમ ખાતે સ્ટેડિયમમાં હેલ્મેટ અંદર લઇ જવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે, સ્ટેડિયમની અંદર કે બહાર ગેઇટ પર હેલ્મેટ રાખવા માટેની કોઇ વ્યવસ્થા ન હોવાથી લોકો ને આ ટોપો ક્યાં મુકવો તે પરેશાની જોવા મળી હતી જોકે પોલીસ દ્વારા હેલ્મેટ માટે સુરક્ષા ફાળવતા હેલ્મેટ સુરક્ષિત રહેશે, ટુ વ્હીલર વાહનો લઇ ક્રિકેટ મેચ જોવા આવનાર તમામ પ્રેક્ષકોએ પોત-પોતાના હેલ્મેટ પોતાના વાહન સાથે સુરક્ષીત રીતે લોક કરવા માટેની વ્યવસ્થા કરીને આવવા સુચના કરવામાં આવી છે. પ્રેક્ષકોના વાહનો તથા અન્ય ચીજવસ્તુઓની ચોરી ન થાય તે માટે યોગ્ય પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. પાર્કિગમાં હેલ્મેટની ચોરી ન થાય તે માટે બંદોબસ્તની વ્યવસ્થા રાખવામાં આવતા પોલીસ જવાનો ની એક ટુકડી સ્પેશ્યલ હેલ્મેટ ની સુરક્ષા કરશે.
રાજકોટ નાખંઢેરી સ્ટેડિયમમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ટી-20 મેચ રમાનાર મેચને લઇને પોલીસે પણ જડબેસલાક બંદોબસ્ત ગોઠવી દીધો છે. અને આ માટે જિલ્લા પોલીસ વડા બલરામ મીણાએ માર્ગદર્શિકા જાહેર કરી મેચ જોવા આવનાર લોકો ને બેગ, ટિફિન, હેલ્મેટ, બીડી, તમાકુ, કેમેરા ,માચીસ, લાઇટર કે લાકડી સાથે લઇ જવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. અહીં 350 જેટલાપોલીસ જવાનો ખડેપગે રહેશે અને મોટા વાહનોને ડાયવર્ટ કરવા રૂટ નક્કી કરાયા છે