રાજકોટમાં હવસખોરીની ખળભળાટ મચાવતી એક ઘટના સામે આવી છે. જેમાં ૬2 અને ૫૨ વર્ષના બે પડોશીઓએ સાથે મળી પૌત્રી જેવડી ઉમરની ૧૧ વર્ષની બાળકીને અવાર-નવાર પોતાના હવસનો શિકાર બનાવી ગર્ભ રાખી દેવાની ઘટના સામે આવી છે. સગીરાની માતાને પુત્રીના શરીરમાં શારીરિક ફેરફાર આવતા ડોક્ટર પાસે ચેકઅપ કરાવ્યું હતું જેમાં રીપોર્ટ પરથી સગીરાને ગર્ભ હોવાનું બહાર આવ્યું હતું.
સગીરાની માતાએ બે શકશો વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. રાજકોટના કોઠારિયા વિસ્તારના બાબરિયા ક્વાર્ટરમાં રહેતા અને ઘરકામ કરી ગુજરાન ચલાવતા વિમલભાઈ ટાંકના પરિવાર પર જાણેકે ના બનવાનું બની ગયું હોઈ તેવો કિસ્સો સામે આવ્યો છે. વિમલભાઈ ટાંકની ૧૧ માસની પુત્રી પર પડોશમાં રહેતા બે શક્શોએ અનેક વખત બળાત્કાર ગુજાર્યો અને સગીરાને ગર્ભવતી બનાવી દીધી હતી. વિમલભાઈના પત્ની ગીતાબહેને બે પડોશીઓ નાંનજી જાવીયા અને અરવિંદ કુબાવત વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. સગીરાની માતા ગીતાબહેનની ફરિયાદમાં જણાવ્યું હતું કે તેના પતિ એટલેકે વિમલભાઈ માનસિક બિમાર હોવાથી કામધંધો કરી શકતા નથી, જેથી પોતે પારકા ઘરના કામ કરી ગુજરાન ચલાવે છે.
ગત તારીખ ૮ માર્ચના ગીતાબહેનને તેની પુત્રીમાં શારીરિક ફેરફાર હોવાની શંકા જતા મહિલા ડોકટરના દવાખાને લઇ જવામાં આવી હતી જ્યાં સોનોગ્રાફી કરાવવા કહ્યું હતું. જેનો રિપોર્ટમાં સગીરાને આઠ માસનો ગર્ભ હોવાનું સામે આવ્યું હતું. ગીતાબહેન દ્વારા પુત્રીની પૂછપરછ કરતા પ્રથમ ડરના કારણે કઈ પણ જણાવ્યું ના હતું પરંતુ બે ત્રણ દિવસ સુધી સતત પૂછપરછ બાદ પુત્રીએ બે પડોશીઓએ તેના પર બળાત્કાર કર્યો હોવાનું જણાવ્યું હતું. પડોશમાં રહેતા નાંનજી જાવીયા અને અરવિંદ કુબાવતે અવાર નવાર સગીરા પર બળાત્કાર કર્યો હોવાનું સામે આવતા સગીરાની માતાએ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે જેના આધારે મહિલા પોલીસે બંને આરોપીની ધરપકડ કરી છે.