રાજકોટમાં છેલ્લા એક મહિનામાં રમતા રમતા ત્રણ યુવકોના હાર્ટ એટેકથી મોત થયા છે. બુધવારે ફરી એક યુવકનું હાર્ટ એટેકથી મોત થયું હતું. જેમાં તે ડીસાથી તેના ભત્રીજાના લગ્ન માટે તેની બહેનના ઘરે આવ્યો હતો અને તેના મિત્રો સાથે ક્રિકેટ રમવા ગયો હતો. પરંતુ કમનસીબે યુવક તેની બહેનના ઘરે પરત ફરી શક્યો ન હતો. ઘરે પરત ફરતી વખતે હાર્ટ એટેક આવતા તેમનું મૃત્યુ થયું હતું.
મૂળ ડીસાનો વતની 40 વર્ષીય ભરત બારૈયા રાજકોટમાં તેના પિતરાઈ ભાઈના ઘરે લગ્નમાં હાજરી આપવા આવ્યો હતો. બુધવારે સવારે તે રાજકોટના શાસ્ત્રીનગર ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમવા ગયો હતો. બાદમાં ઘરે પરત ફરતી વખતે રસ્તામાં તેને હાર્ટ એટેક આવ્યો હતો, ત્યારબાદ તેના મિત્રોએ 108ને જાણ કરી હતી, ત્યારબાદ તરત જ 108ની ટીમ પહોંચી હતી. પરંતુ EMTએ ભરત બારૈયાને મૃત જાહેર કર્યા હતા. બાદમાં 108 ભરતના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ લઈ ગયો હતો.
ભરતના આકસ્મિક મૃત્યુથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. સાસુએ ભરતના મૃતદેહને સ્ટ્રેચર પર ગળે લગાવીને રડ્યા અને તેના મોંથી શ્વાસ લેવાનો પ્રયત્ન કર્યો પણ કોઈ જવાબ ન મળ્યો. 108 દ્વારા ભરતના મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલ ખાતે લવાયો હતો.